News Continuous Bureau | Mumbai
Samay Raina: સમય રૈના એ તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયા ને બોલાવ્યો હતો જેમાં રણવીરે માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ પછી, લોકોએ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ વાત કરવાનું શરૂ કર્યું. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હવે રણવીરના માતા-પિતા પર કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીની અસર રૈનાના અન્ય શો પર પડી છે, જે રદ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia family: એજ્યુકેટેડ ફેમિલી માંથી આવતા રણવીર અલ્હાબાદિયા ની એક ટિપ્પણી ને કારણે શરમ માં મુકાયા માતા પિતા, જાણો યુટ્યૂબર ના પરિવાર વિશે
સમય રૈના ના શો થયા રદ
મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દાવો કર્યો છે કે ગુજરાતમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો રદ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે એપ્રિલમાં યોજાનાર રૈનાના શોની ટિકિટ હવે ઓનલાઈન પ્લેટફોર્મ બુક માય શો પર વેચાણ માટે ઉપલબ્ધ નથી. ગુજરાત VHP પ્રવક્તા એ હતું કે, ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના રાજ્યમાં 4 શો કરવાના હતા. આ શો ૧૭ એપ્રિલે સુરતમાં, ૧૮ એપ્રિલે વડોદરામાં અને ૧૯ અને ૨૦ એપ્રિલે અમદાવાદમાં યોજાવાના હતા.પરંતુ એવું લાગે છે કે ગુજરાતમાં તેમના વિરુદ્ધ લોકોના રોષને કારણે આ ચારેય શો રદ કરવામાં આવ્યા છે.જોકે, આ શોની ટિકિટ સવાર (બુધવાર) સુધી ઉપલબ્ધ હતી. હવે એવું લાગે છે કે તેને પોર્ટલ પરથી દૂર કરવામાં આવી છે.’
Tickets for comedian Samay Raina’s shows in Gujarat not available for sale; VHP says events cancelled#SamayRaina https://t.co/xw90Ml7F82
— The Indian Express (@IndianExpress) February 13, 2025
સમય રૈના એ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેને યુટ્યુબ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો દૂર કરી દીધા છે. હવે આ જોતા એવું લાગે છે કે સમય એ રણવીર ને પોતાના શો માં બોલાવી ને ભૂલ કરી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)