Sana Makbul: આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહી છે સના મકબુલ, ભારતી સિંહ ના પોડકાસ્ટ માં કર્યો ખુલાસો

Sana Makbul: સના મકબુલ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તાજેતર માં સના ભારતી સિંહ ના પોડકાસ્ટ માં પહોંચી હતી જ્યાં તેને તેના સ્વાસ્થ્ય સમસ્યા નો ખુલાસો કર્યો હતો.

by Zalak Parikh
sana makbul talk about her health condition in bharti singh podcast

News Continuous Bureau | Mumbai

Sana Makbul: સના મકબુલ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.સના એ ઘણી ટીવી સિરિયલ માં કામ કર્યું છે. બિગ બોસ 3 ઓટીટીની વિજેતા સના મકબૂલ તાજેતર માં ભારતી સિંહ ના પોડકાસ્ટ માં પહોંચી હતી.આ પોડકાસ્ટમાં સનાએ પોતાની કારકિર્દી અને જીવન ની સાથે સાથે તેના સ્વાસ્થ્ય સમસ્યા નો પણ ખુલાસો કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Shivangi and Mohsin: હર્ષદ ચોપરા નહીં પરંતુ મોહસીન ખાન સાથે જામશે શિવાંગી જોશી ની જોડી! આ સિરિયલ માં થશે બંને કલાકારો ની જબરજસ્ત એન્ટ્રી

 સના ને છે ગંભીર બીમારી 

સના મકબુલે ભારતી સિંહ ના પોડકાસ્ટમાં કહ્યું કે તે લીવરની બીમારીથી પીડિત છે. આ સમસ્યા સામાન્ય લીવર સમસ્યાઓથી અલગ છે. તે કહે છે, ‘મને મારી બીમારી વિશે વર્ષ 2020 માં ખબર પડી. આના કોઈ લક્ષણો નહોતા પણ મારા શરીરના કોષો શરીરના અવયવો પર હુમલો કરવા લાગ્યા. મને મારા લીવરમાં આ સમસ્યા છે. ત્યારથી મેં મારા આહારમાં ઘણા ફેરફારો કર્યા છે, હું શાકાહારી બની ગઈ છું.’

 

View this post on Instagram

 

A post shared by BHARTI TV (@bhartitvnetwork)


આ પોડકાસ્ટ દરમિયાન સના એ ભારતી ને કહ્યું તેને ખબર નથી કે તેની સ્વાસ્થ્ય સમસ્યા ઠીક થશે કે નહીં. પરંતુ તે ચોક્કસપણે દર્શકોને સલાહ આપી કે ‘સોશિયલ મીડિયા તમારા મન સાથે રમે છે, આ કારણે મેં ઘણા ખરાબ દિવસો જોયા છે અને અનુભવ્યા છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More