News Continuous Bureau | Mumbai
Animal: સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ હિટ સાબિત થઇ છે. ફિલ્મ ને વાર્તા થી લઇ ને ફિલ્મ ના કલાકારો ના કામ ના ખુબ વખાણ થયા હતા. હવે ફિલ્મ હિટ જતા ફિલ્મ એનિમલ ના નિર્દેશક અને નિર્માતાએ નિર્ણય લીધો છે કે તેઓ ફિલ્મ નો બીજો ભાગ બનાવશે.આટલું જ નહીં આ ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
એનિમલ ના બીજા ભાગ ની થઇ જાહેરાત
નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા ભૂષણ કુમારના પ્રોડક્શન ટી-સિરીઝ સાથે મળીને ‘એનિમલ’નો બીજો ભાગ લાવવા જઈ રહ્યા છે. તેમને આ ફિલ્મની પણ જાહેરાત કરી છે, એટલે કે ફરી એકવાર રણબીર કપૂર તેની આલ્ફા મેલ સ્ટાઈલથી લોકોના દિલ જીતતો જોવા મળશે.જોકે હજુ સુધી તેની સ્ટારકાસ્ટ ની જાહેરાત થઇ નથી પરંતુ ‘એનિમલ’ના બીજા ભાગનું નામ સામે આવ્યું છે, અને એ છે ‘એનિમલ પાર્ક’
View this post on Instagram
સંદીપ રેડ્ડી વાંગા એ ટી સિરીઝ ના ભૂષણ કુમાર સાથે મળી ને ત્રણ ફિલ્મો લાવવાના છે, તેમની પ્રથમ ફિલ્મ પ્રભાસ સાથે બનવા જઈ રહી છે, જેનું નામ છે ‘સ્પિરિટ’.બીજી એનિમલ ની સિક્વલ છે જેનું નામ એનિમલ પાર્ક છે તેમજ ત્રીજી ફિલ્મ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે હશે જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું.
આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો