News Continuous Bureau | Mumbai
Sangeeta Bijlani: બોલીવૂડ અને મોડેલિંગ જગતમાં ‘બિજલી’ તરીકે ઓળખાતી સંગીતા બિજલાની હાલ મુશ્કેલીમાં છે. પુણે જિલ્લાના માવલ વિસ્તારમાં આવેલા તેના ફાર્મહાઉસ માં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે તે ઘણા મહિનાઓ બાદ પોતાના ફાર્મહાઉસ પર પહોંચી.
આ સમાચાર પણ વાંચો : Kareena Kapoor: શું હવે ભૂતની બની લોકો ને ડરાવશે કરીના કપૂર? પોતાના થી નાના અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે અભિનેત્રી
ફાર્મહાઉસ ના દરવાજા તૂટ્યા, TV અને CCTV ગુમ
સંગીતા બિજલાનીના જણાવ્યા મુજબ, ફાર્મહાઉસ નો મુખ્ય દરવાજો અને બારી ની ગ્રિલ તૂટી ગઈ હતી. એક ટેલિવિઝન ગુમ હતું અને બીજું તૂટી ગયું હતું. બેડ, ફ્રિજ, CCTV (સીસીટીવી) કેમેરા સહિતના અનેક ઘરેલુ સામાન તૂટી ગયા હતા અથવા ગુમ હતા. ટોપ ફ્લોર પર પણ ભારે તોડફોડ થઈ હતી.
Sangeeta Bijlani alleges robbery, vandalism at her Pawna farmhouse after a 4-month absence. Broken doors, destroyed CCTV, and missing valuables spark police complaint. Investigation underway.
Read the detailed news here: https://t.co/itSuIrQOV8
Watch the full video on YouTube:… pic.twitter.com/FBS9QyLyaZ
— Punekar News (@punekarnews) July 18, 2025
લોનાવાલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એ જણાવ્યું કે તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે. તેઓએ કહ્યું કે નુકસાન અને ચોરીનું સંપૂર્ણ આંકલન થયા બાદ કેસ નોંધવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓની શોધખોળ શરૂ થઈ ગઈ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)