News Continuous Bureau | Mumbai
સાનિયા મિર્ઝા રમત જગત નું જાણીતું નામ છે. સાનિયાએ હંમેશા પોતાની શાનદાર રમતથી દેશને ગૌરવ અપાવ્યું છે. જો કે, હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે અને આ સમયે તે તેના બાળકોની સંભાળ રાખવા પર ધ્યાન આપી રહી છે. દરમિયાન, સમાચાર છે કે ટેનિસ ખેલાડી ટૂંક સમયમાં અભિનયની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાનિયા મિર્ઝા ટૂંક સમયમાં એક પ્રખ્યાત ટીવી શોનો ભાગ બનવા જઈ રહી છે.
એકતા કપૂર ના શો માં મળશે જોવા
નોંધપાત્ર વાત એ છે કે, એકતા કપૂરનો શો ‘બેકાબૂ’ આ સમયે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ શો દ્વારા શાલીન ભનોટ લાંબા સમય બાદ ડેઈલી સોપ્સની દુનિયામાં પરત ફર્યો છે.તેમજ, બેકાબૂની વાર્તા પણ દર્શકોને પસંદ આવી રહી છે. હવે જો સમાચારોનું માનીએ તો સાનિયા મિર્ઝા પણ ટૂંક સમયમાં એકતા કપૂરના શોનો ભાગ બનવા જઈ રહી છે. આટલું જ નહીં, ટેનિસ ખેલાડી ટૂંક સમયમાં તેનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા, સાનિયા મિર્ઝાએ Jio સિનેમા પર તેનો ચેટ શો ‘ધ હેંગઆઉટ’ શરૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચેટ શોમાં સાનિયા શાલીન ભનોટ અને એશા સિંહ સાથે ‘બેકાબૂ’નું પ્રમોશન કરતી જોવા મળશે. આ દરમિયાન ત્રણેય સ્ટાર્સ સાથે મળીને શો વિશે રસપ્રદ વાતો જણાવીને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળશે.આ સિવાય આઈપીએલના ક્રેઝને જોઈને ‘બેકાબૂ’ના નિર્માતાઓએ આઈપીએલ મેચ દરમિયાન પણ શોને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, ચાહકો ટેનિસ કોર્ટ સિવાય નાના પડદા પર તેમના પ્રિય સ્ટારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.