ટેનિસ બાદ એક્ટિંગની દુનિયામાં પગ મૂકશે સાનિયા મિર્ઝા, એકતા કપૂરના આ શોમાં મળશે જોવા

sania mirza promote shalin bhanot eisha singh show
ટેનિસ બાદ એક્ટિંગની દુનિયામાં પગ મૂકશે સાનિયા મિર્ઝા, એકતા કપૂરના આ શોમાં મળશે જોવા

News Continuous Bureau | Mumbai

સાનિયા મિર્ઝા રમત જગત નું જાણીતું નામ છે. સાનિયાએ હંમેશા પોતાની શાનદાર રમતથી દેશને ગૌરવ અપાવ્યું છે. જો કે, હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે અને આ સમયે તે તેના બાળકોની સંભાળ રાખવા પર ધ્યાન આપી રહી છે. દરમિયાન, સમાચાર છે કે ટેનિસ ખેલાડી ટૂંક સમયમાં અભિનયની દુનિયામાં પગ મુકવા જઈ રહી  છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાનિયા મિર્ઝા ટૂંક સમયમાં એક પ્રખ્યાત ટીવી શોનો ભાગ બનવા જઈ રહી છે. 

એકતા કપૂર ના શો માં મળશે જોવા 

નોંધપાત્ર વાત એ છે કે, એકતા કપૂરનો શો ‘બેકાબૂ’ આ સમયે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ શો દ્વારા શાલીન ભનોટ લાંબા સમય બાદ ડેઈલી સોપ્સની દુનિયામાં પરત ફર્યો છે.તેમજ, બેકાબૂની વાર્તા પણ દર્શકોને પસંદ આવી રહી છે. હવે જો સમાચારોનું માનીએ તો સાનિયા મિર્ઝા પણ ટૂંક સમયમાં એકતા કપૂરના શોનો ભાગ બનવા જઈ રહી છે. આટલું જ નહીં, ટેનિસ ખેલાડી ટૂંક સમયમાં તેનું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા, સાનિયા મિર્ઝાએ Jio સિનેમા પર તેનો ચેટ શો ‘ધ હેંગઆઉટ’ શરૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચેટ શોમાં સાનિયા શાલીન ભનોટ અને એશા સિંહ સાથે ‘બેકાબૂ’નું પ્રમોશન કરતી જોવા મળશે. આ દરમિયાન ત્રણેય સ્ટાર્સ સાથે મળીને શો વિશે રસપ્રદ વાતો જણાવીને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળશે.આ સિવાય આઈપીએલના ક્રેઝને જોઈને ‘બેકાબૂ’ના નિર્માતાઓએ આઈપીએલ મેચ દરમિયાન પણ શોને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, ચાહકો ટેનિસ કોર્ટ સિવાય નાના પડદા પર તેમના પ્રિય સ્ટારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!