Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત

Aakhri Sawaal’ Teaser Out: પ્રોફેસરના પાત્રમાં જોવા મળશે સંજય દત્ત; મહાત્મા ગાંધીની હત્યા અને બાબરી વિધ્વંસ જેવી ઘટનાઓનો ટીઝરમાં ઉલ્લેખ

by Zalak Parikh
Sanjay Dutt’s ‘Aakhri Sawaal’ Teaser Out: Film Explores Historical Events and Guru-Shishya Conflict

News Continuous Bureau | Mumbai

Aakhri Sawaal’ Teaser Out: બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તની આગામી અને ચર્ચિત ફિલ્મ ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ૧ મિનિટ ૫૨ સેકન્ડનું આ ટીઝર દેશના ઇતિહાસમાં બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ પર અનેક ગંભીર સવાલો ઉઠાવે છે. રણબીર કપૂરની ‘રામાયણ’ના ટીઝરની ધૂમ વચ્ચે સંજય દત્તની આ ફિલ્મની ઝલકે પણ પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે. આ ફિલ્મમાં સંજય દત્ત એક પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Song: ‘રણવીર સિંહનો જાદુ! ‘ધુરંધર 2’ માં 36 વર્ષ જૂના રોમેન્ટિક ગીતનો નવો અવતાર, ‘રિવન્જ એન્થમ’ બનતા જ મચાવી ધૂમ

ગુરુ-શિષ્ય વચ્ચેનો સંઘર્ષ અને મજબૂત ડાયલોગ ડિલિવરી

ટીઝરની શરૂઆત સંજય દત્તના દમદાર વોઈસ ઓવર સાથે થાય છે, જેમાં તેઓ દ્રૌપદીના પિતા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્યની પૌરાણિક કથાનો ઉલ્લેખ કરે છે. વાર્તાના કેન્દ્રમાં પ્રોફેસર ગોપાલ નાડકર્ણી (સંજય દત્ત) અને તેમના શિષ્ય વિકી હેગડે (નમાશી ચક્રવર્તી) વચ્ચેનો એકેડેમિક વિવાદ છે. આ વિવાદ ટેલિવિઝન પર પ્રસારિત થતા એક મોટા સંઘર્ષમાં ફેરવાય છે, જે સત્યની શોધ અને પેઢીઓ વચ્ચેના વૈચારિક મતભેદને દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay)


ટીઝરમાં ભારતની કેટલીક સૌથી મોટી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળે છે, જે ફિલ્મને ગંભીર અને વિવાદાસ્પદ બનાવે છે. જેમાં મહાત્મા ગાંધીની હત્યા, આરએસએસ પર પ્રતિબંધ અને બાબરી વિધ્વંસ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાઓના આધારે ફિલ્મ અનેક સવાલો ઉઠાવે છે જે દર્શકોને વિચારવા પર મજબૂર કરી શકે છે. સંજય દત્તની સાથે નમાશી ચક્રવર્તી પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યો છે.અભિજીત મોહન વારંગ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંજય દત્ત અને નમાશી ચક્રવર્તી ઉપરાંત સમીરા રેડ્ડી, અમિત સાધ, નીતુ ચંદ્રા અને ત્રિધા ચૌધરી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ‘આખરી સવાલ’ ૮ મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More