બોલિવૂડ નો આ ફેમસ ફિલ્મ ડાયરેક્ટર આવ્યો કોરોનાની ચપેટમાં-ટ્વીટ કરીને આપી માહિતી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તા(Sanjay Gupta) કોરોનાથી (corona positive)સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. ફિલ્મ નિર્માતાએ ટ્વીટ(tweet) કર્યું કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્વિટર પર તેણે તેના બેડરૂમની(bedroom) તસવીર પણ શેર કરી છે જ્યાં તે ક્વોરેન્ટાઈનમાં રહે છે.

સંજયે પોતાના ટ્વીટર હેન્ડલ(twitter handle) પર લખ્યું, 'મને કોરોના પોઝિટિવ(covid positive) આવ્યો છે. હું આગામી થોડા દિવસો સુધી બેડરૂમમાં રહેવા માટે બંધાયેલો છું. મને સારું લાગે છે હાલમાં કોઈ લક્ષણો નથી. કંપની આપવા માટે પુસ્તકો અને ચા છે.' આ ટ્વીટ પર મિત્રને જવાબ આપતા ડિરેક્ટરે કહ્યું કે તેણે ગયા મહિને COVID-19 માટે બૂસ્ટર શૉટ(booster dose) લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : શશિ કપૂરને આ દુનિયા માં નહોતી લાવવા માંગતી તેમની માતા- અભિનેતા થી છુટકારો પામવા અપનાવતી હતી આવી યુક્તિઓ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય આ દિવસોમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે શૂટઆઉટ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મનું નિર્દેશન(direction) કરી રહ્યો છે. આ સિવાય તે ફિલ્મ 'વિસ્ફોટક'નું શૂટિંગ પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સંજયની દિગ્દર્શક કારકિર્દી વિશે વાત કરીએ તો, તે 'કાંટે' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' માટે જાણીતો છે. તેણે ઈરફાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘જઝબા’નું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મના ડાયલોગ્સ(dialogue) ખૂબ ફેમસ થયા હતા.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment