ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ અભિનીત ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મની રિલીઝ ડેટમાં ઘણી વખત વિલંબ કર્યા બાદ આખરે તે આવતા મહિને એટલે કે 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. સંજય લીલા ભણસાલીએ થોડા સમય પહેલા આની જાહેરાત કરી હતી.
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ગંગુબાઈ કાઠિયાવાડી ઘણા સમયથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટને કોરોના થઈ ગયો હતો અને તેના કારણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં પણ સમય લાગ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં, ફિલ્મની રિલીઝ ડેટ 18 ફેબ્રુઆરી, 2022 નક્કી કરવામાં આવી હતી, જોકે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયાએ અભિનેતા અજય દેવગણની સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભણસાલી અને દેવગણ 1999ની બ્લોકબસ્ટર 'હમ દિલ દે ચૂકે સનમ'માં સાથે કામ કર્યાના 22 વર્ષ પછી ફરી એક સાથે જોડાયા છે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે. આ વાર્તા કમાઠીપુરાના વેશ્યાલયની મેડમ ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર આધારિત છે અને મુંબઈના હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ'ના એક પ્રકરણ પર આધારિત છે. આ પહેલીવાર છે જ્યારે ભણસાલીએ આલિયાને ડિરેક્ટ કરી છે.
શું દિશા વાકાણીએ 'તારક મહેતા'માં પરત ફરવા માટે માંગી હતી આટલી ફી?મૂકી આ શરતો; જાણો વિગત
આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ગંગુબાઈ કાઠિયાવાડી સિવાય તે ફિલ્મ 'RRR'માં જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરીમાં જ રીલિઝ થવાની હતી પરંતુ તેની રિલીઝ ટાળી દેવામાં આવી હતી.આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળવાની છે. રણબીર અને આલિયાને પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આલિયા રોકી ઔર રાની કી લવ સ્ટોરી માં રણવીર સિંહ સાથે જોવા મળશે. જેની જાહેરાત થોડા મહિના પહેલા કરવામાં આવી હતી.