Site icon

સંજય લીલા ભણસાલીએ પીઢ અભિનેત્રી મુમતાઝને ‘હીરામંડી’ ની મહત્વની ભૂમિકાની કરી ઓફર, અભિનેત્રીએ આ કારણ આગળ ધરી ને પાડી ના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારતીય સિનેમાને એક કરતાં વધુ શ્રેષ્ઠ ફિલ્મો આપનાર પીઢ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પણ તેમની બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ હીરામંડી સાથે ડિજિટલ વિશ્વમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. નેટફ્લિક્સ પર રિલીઝ થશે વેબ સિરીઝ હિરામંડી. અત્યાર સુધી સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીને હીરામંડી માટે સત્તાવાર રીતે સાઈન કરવામાં આવી છે અને ટૂંક સમયમાં નવા સ્ટાર્સ પણ હીરામંડી સાથે જોડાશે. આલિયા ભટ્ટ અભિનીત ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થવાની તૈયારીમાં છે, ભણસાલી સંપૂર્ણપણે હિરામંડી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અને હવે મીડિયા માં એવા ન્યૂઝ આવી રહ્યા છે કે ભણસાલીએ પીઢ અભિનેત્રી મુમતાઝને તેની ડેબ્યુ વેબ સિરીઝ હીરામંડીમાં વિશેષ ભૂમિકા માટે સંપર્ક કર્યો છે.

પરંતુ મુમતાઝે ભણસાલીની હીરામંડી કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ભંસાલી અભિનેત્રી મુમતાઝના ખૂબ જ મોટા પ્રશંસક છે, જેમણે 1960 અને 1970ના દાયકામાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. અને જ્યારે તેણે હિરામંડી માટે મુમતાઝનો સંપર્ક કર્યો, ત્યારે તેણે પુનરાગમનની કોઈ ઈચ્છા દર્શાવતા ઓફર નકારી કાઢી. કોઈપણ ખચકાટ વિના, મુમતાઝે Netflix પર પ્રસારિત થનારી ભણસાલીના કોસ્ચ્યુમ ડ્રામા હીરામંડીમાં વિશેષ ભૂમિકાને નકારી કાઢી.ભણસાલી મુમતાઝને જે ભૂમિકા ઓફર કરી રહ્યા હતા તેના સંદર્ભમાં, સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી જેને તેની આભા સાથે આ મુઝરા ને  અજોડ બનાવવા માટે કેટલીક પીઢ અભિનેત્રીની જરૂર હતી. પરંતુ મુમતાઝે એમ કહીને ના પાડી દીધી કે તેના પતિને તે આ ઉંમરે ડાન્સ કરે તે પસંદ નહીં કરે.

નસરુદ્દીન શાહ નો બફાટ, કહ્યું મુઘલોએ ભારત ને ઘડ્યું છે. તેઓ આક્રાંતા નથી. હવે થયો વિવાદ. જાણો વિગતે

કોસ્ચ્યુમ ડ્રામા હીરામંડી ની વાત કરીએ તો, તે માત્ર એક વેબ સિરીઝ નથી પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર આવનાર ભણસાલીની શ્રેષ્ઠ ઓપસ હશે. આમાં બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓ સાથે જોવા મળશે. હીરામંડીની વાર્તા વેશ્યાઓનાં જીવનની આસપાસ ફરે છે જેમનું ભાગ્ય એકબીજા સાથે જોડાયેલું છે.વેબ સિરીઝની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હીરામંડીની પ્રથમ સિઝનમાં 1 કલાકના કુલ 7 એપિસોડ હશે. અને પછી 2022માં તેની બીજી સિઝન પણ બનાવવામાં આવશે. ભણસાલી પ્રથમ એપિસોડનું દિગ્દર્શન કરશે અને બીજા એપિસોડનું નિર્દેશન પણ કરી શકે છે. આ પછી, બાકીના એપિસોડનું નિર્દેશન વિભુ પુરી કરશે અને ભણસાલી જ તેની દેખરેખ કરશે. હા, આ સિરીઝનો છેલ્લો એપિસોડ પણ ભણસાલી જ ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે.

Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ
Mahhi Vij: ભંગાણ ના આરે જય અને માહી નું લગ્નજીવન! એલિમની નહીં પતિ પાસે થી આ વસ્તુ ની ઈચ્છે છે અભિનેત્રી, નજીક ના વ્યક્તિ એ કર્યો ખુલાસો
Sunita Criticises Govinda: ગોવિંદા-સુનીતા આહૂજા વચ્ચે શાબ્દિક યુદ્ધ! પત્નીએ જ્યોતિષ પર કસ્યો તંજ
ShahRukh Khan: કિંગ માં કંઈક આવું હશે શાહરુખ ખાન નું પાત્ર, અભિનેતા એ તેના બર્થડે સેલિબ્રેશન માં કર્યો ખુલાસો
Exit mobile version