Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.

Toxic Cast: સંજીદા શેખ ‘ટોક્સિક’માં આપશે સ્પેશિયલ અપિયરન્સ; કિયારા અડવાણી અને નયનતારા જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે શેર કરશે સ્ક્રીન

by Zalak Parikh
Sanjeeda Sheikh to Join Yash's 'Toxic' Cast; TV Star to Play a Powerful Cameo in the Pan-India Film

News Continuous Bureau | Mumbai

Toxic Cast: કન્નડ સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ તેની રિલીઝ પહેલા જ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મમાં પહેલાથી જ નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી અને તારા સુતારિયા જેવી મજબૂત ફીમેલ કાસ્ટ છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, ટીવી અને ઓટીટીની જાણીતી અભિનેત્રી સંજીદા શેખ પણ આ મેગા પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ, સંજીદા શેખ ફિલ્મ ‘ટોક્સિક’ માં સ્પેશિયલ અપિયરન્સ કરતી જોવા મળશે. જોકે તેનો રોલ ટૂંકો હશે, પરંતુ વાર્તાના વળાંકમાં તે અત્યંત મહત્વપૂર્ણ અને દમદાર હોવાનું કહેવાય છે. સંજીદા માટે આ પહેલો મોટો પાન-ઈન્ડિયા પ્રોજેક્ટ છે, જે તેના કરિયરને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar Bhooth Bangla: ખિલાડી કુમારની ‘ભૂત બંગલા’ માં આ ટોપ અભિનેત્રી મચાવશે ધમાલ! ભૂતિયા હવેલીમાં અક્ષય નો કોણ આપશે સાથ?

 ટીવીથી લઈને મોટા પડદા સુધીની સફર  

 સંજીદા શેખ અત્યાર સુધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય નામ રહી છે, પરંતુ તાજેતરમાં તેણે ‘ફાઈટર’ અને સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ ‘હીરામંડી’ દ્વારા પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. ‘ટોક્સિક’ ઉપરાંત તે અજય દેવગન સ્ટારર ‘ધમાલ 4’ માં પણ જોવા મળશે, જે જુલાઈ 2026માં રિલીઝ થવાની છે. તેની વધતી જતી લોકપ્રિયતાને કારણે મેકર્સે તેને આ મહત્વના રોલ માટે પસંદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)


‘ટોક્સિક’ નું નિર્દેશન ગીતુ મોહનદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા યશ અને ગીતુએ સાથે મળીને લખી છે. આ ફિલ્મ કન્નડ અને અંગ્રેજીમાં શૂટ કરવામાં આવી છે, પરંતુ તે હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં યશ એક એવા અવતારમાં જોવા મળશે જેની કલ્પના તેના ચાહકોએ ક્યારેય કરી નથી. ફિલ્મનું શૂટિંગ હાઈ-ઓક્ટેન વિઝ્યુઅલ્સ સાથે કરવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More