819
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એક સર્વેના અહેવાલ મુજબ ભારતીય સિનેમાના સર્વકાલીન સાતમા મહાન અભિનેતામાં સંજીવ કુમાર(Sanjeev Kumar)ની ગણના થાય છે. તેણે રોમેન્ટિક ડ્રામાથી લઇને થ્રીલર સુધીની તમામ શૈલીમાં અભિનય કર્યો હતો. બોલીવુડના આ એકમાત્ર કલાકાર છે. જેમણે તેની ઉંમર કરતા મોટી ઉંમરના પાત્રોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા હતા. દસ્તક (1970) અને કોશિશ (1972) આ બન્ને ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. સંજીવ કુમારને કોઇ પાત્ર ભજવવામાં વાંધો ન હોવાથી નિર્માતાએ તેમને હિરો, ચરિત્રતા અભિનેતા(Actor), વિલન જેવા ઘણા રોલ કરવાની તક આપી હતી.
આ રીતે કરી કરિયરની શરુઆત
1960માં આવેલી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’થી સંજીવ કુમારે બોલીવુડ(Bollywood) યાત્રા શરૂ કરતી હતી, જો કે હિરો તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ‘નિશાન’ હતી. 1968માં આવેલી ‘સંઘર્ષ’ ફિલ્મમાં મહાન અભિનેતા દિલિપ કુમારની વિરૂધ્ધ રોલ કરીને તેની અભિનય ક્ષમતા બતાવી હતી. 1970માં આવેલી ફિલ્મ ‘ખીલોના’એ તેમને સ્ટાર બનાવ્યા. શોલે, ત્રિશુલ, જાની દુશ્મન જેવી ખ્યાતનામ ફિલ્મો તેના નામથી ઓળખાય છે. તેઓ તેમની બહુ મુખી પ્રતિભા અને તેમના પાત્રોને વાસ્તવિક ચિત્રણ માટે આજે પણ લોકો તેના ચાહકો આ મહાન કલાકારને યાદ કરે છે. સુરતમાં એક ગુજરાતી પરિવારમાં જન્મેલ સંજીવકુમાર નાની વયે જ મુંબઇ પરિવાર શિફ્ટ થતાં બોલીવુડ નગરીમાં જ શિક્ષણ લીધું હતું. ગુજરાતની કલાકારોમાં સૌથી સફળ બોલીવુડની ફિલ્મો(films)માં એકમાત્ર સંજીવકુમારનો નંબર આવે છે.
રંગમંચની સાથે જોડાઇને ઘણા નાટકોમાં કામ કર્યું
ફિલ્મ અભિનય શિખવતી સ્કુલમાં એક સ્ટંટ કર્યો તેને આ વાત જ ભારતીય સિનેમામાં લઇ ગઇ હતી. તેને બે નાના ભાઇ અને એક બહેન હતી. પ્રારંભે રંગમંચની દુનિયા સાથે જોડાઇને ઘણા નાટકોમાં કામ કર્યું હતું. ઈંઙઝઅ સાથે જોડાયા બાદ માત્ર 22 વર્ષની ઉંમરે આર્થર મિલરની ‘ઓલ માયસન્સ’ના રૂપાંતરણ થયેલા નાટકમાં વૃધ્ધ માણસની ભૂમિકા ભજવી હતી, બાદમાં એ.કે.હંગલના નિર્દેશનમાં ‘ડમરૂ’ નાટક(Play)માં તેણે ફરીથી છ બાળકો સાથે 60 વર્ષના વૃધ્ધની ભૂમિકા ભજવી હતી. 1960માં આવેલી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’માં નાનકડી ભૂમિકાથી કારકિર્દી શરૂ કરી હતી. હિરો તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘નિશાન’ હતી. પ્રારંભે જ તેમણે દિલિપકુમાર, શમ્મી કપૂર અને સાધના જેવા મહાન કલાકારો સાથે કામ કર્યું હતું.
ગુજરાતી ફિલ્મમાં કર્યુ કામ
ગુજરાતી ફિલ્મમાં પણ સંજીવકુમારનો દબદબો રહ્યો હતો. 1966માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કલાપી’ અને 1968માં આવેલી ‘મારે જાવું પેલે પાર’ જેવી ફિલ્મોમાં પદ્મારાણી અને અરૂણા ઇરાની સાથે કામ કરીને ગુજરાતી દર્શકોના દિલ જીતી લીધા હતા. 1970માં આવેલી ‘ખીલોના’એ સંજીવકુમારને રાષ્ટ્રીય ઓળખ(National identity) અપાવી હતી. તેણે 1972માં ઇન્ડો-ઇરાનીયન ફિલ્મ ‘સુબહ ઔર શામ’ ભૂમિકા ભજવી ત્યારે ગુલઝારે તેના અભિનયની પ્રશંસા કરી હતી.
આ ફિલ્મો દ્વારા બનાવી ઓળખ
આ પછીના સમયગાળામાં ગુલઝારે તેની પરિચય (1972), કોશીશ (1973), આંધી (1975), મૌસમ (1975)માં વૃધ્ધ પુરૂષની ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા. આ તમામ ફિલ્મોમાં સંજીવ કુમારના અભિનયની ક્ષમતા(acting ability) અંગે ચર્ચા થવા લાગી હતી જો કે ગુલઝારે અંગુર (1981), નમકીન (1982) જેવી બે ફિલ્મોમાં યુવા હીરો તરીકે સંજીવ કુમારને રજૂ કર્યા હતા. બહેરા-મૂંગા વ્યક્તિના અનુકરણીય ફિલ્મ ‘કોશિશ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ બાદ સીતા ઔર ગીતા (1972), મનચલી (1973), આપ કી કસમ (1974) જેવી ફિલ્મોમાં કામ કર્યુ.
આ ફિલ્મોમાં બન્યા મુખ્ય હિરો
સંજીવકુમારે પ્રખ્યાત તમિલ અભિનેત્રી એલ.વિજયાલક્ષ્મી સાથે ત્રણ ફિલ્મો કરી જેમાં હુશ્ન ઔર ઇશ્ક અને બાદલ જે બન્ને હીટ હતી ને એક ફિલ્મ ‘અલી બાબા ઔર 40 ચોર’ અસફળ રહી હતી. 1968માં આવેલી રાજા ઔર રંક, બાદ કંગન, રિવાઝ, જિંદગી, બેરહમ, અર્ચના, દોલડકીયાં જેવી ફિલ્મો કરી હતી. તેમણે માલાસિંહા, તનુજા, લીના ચંદાવકર, મૌસમી ચેટર્જી અને સુલક્ષણા પંડિત સાથે પણ મુખ્ય હિરો તરીકે ફિલ્મો કરી હતી.
આ કલાકારો સાથે બનાવી જોડી
સંજીવકુમારની સૌથી યાદગાર ભૂમિકા શોલે (1975) અને ત્રિશુલ (1978) હતી. તેમણે ધર્મેન્દ્ર, અમિતાભ, શશીકપૂર અને રાજેશ ખન્ના સાથે ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને ફિલ્મોને સફળ બનાવી હતી જે ફિલ્મો વિધાતા, આપ કી કસમ હતી. તેમણે મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, સિંધી અને ગુજરાતી સહિત વિવિધ પ્રાદેશીક ભાષાઓ(many languages) માં ઘણી ફિલ્મો કરી હતી. બોલીવુડમાં તેમના નજીકના મિત્રોમાં સુનિલ દત્ત, શમ્મી કપૂર, રાજેશખન્ના, શશીકપૂર, અમિતાભ બચ્ચન, શર્મિલા ટાગોર, તનુજા, દેવેન વર્મા, શિવાજી ગણેશ, શત્રુઘ્નસિંહા અને સારીકા હતા.
આજીવન કુવારા રહ્યા સંજીવ કુમાર
પ્રથમ હાર્ટએટેક(Heart attack) બાદ યુ.એસ.માં બાયપાસ કરાવ્યા બાદ ફરી હુમલો આવતા માત્ર 47 વર્ષે આ મહાન કલાકારનું નિધન(Death) થયું હતું. સંજીવ કુમાર આખી જીંદગી કુવારા રહ્યા હતા જો કે હેમા માલીની, સુલક્ષણા પંડિત સાથે પ્રેમ પ્રસ્તાવની વાત હતી પણ આગળ ન વધતા એકલા જ રહ્યા હતા.