નાના પડદાની ‘અનુપમા’ સાથે મોટા પડદાની ‘રિંકુ’નો ડાન્સ, બંને માંથી કોણ વધુ લાગે છે ‘ચકાચક’!; જાણો વિગત, જુઓ વીડિયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

શનિવાર

 

ટીવી સીરિયલ 'અનુપમા'માં લીડ રોલ પ્લે કરનાર રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં ખૂબ જ પ્રતિભાશાળી છે. અભિનેત્રીની એક્ટિંગ જ અદભૂત નથી પરંતુ તે એક સારી ડાન્સર પણ છે અને તેનો પુરાવો તેનો તાજેતરનો વીડિયો છે. રૂપાલી ગાંગુલી હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ટક્કર આપતા જોવા મળી રહી છે. તેનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

ટીવી શો ‘અનુપમા’ માં મુખ્ય પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. ક્યારેક તે તેના સુંદર તસવીરો દ્વારા ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપતી જોવા મળે છે, તો ક્યારેક તે અનુજ કાપડિયા સાથે વીડિયો શેર કરીને તેમને ખુશ કરે છે.પરંતુ આ વખતે રૂપાલી ગાંગુલી પાસે ચાહકો માટે કંઈક ખાસ છે, જે તેણે થોડા સમય પહેલા જ શેર કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી સારા અલી ખાન સાથે તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘ચકાચક’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

રૂપાલી ગાંગુલી અને સારા અલી ખાન બંને પોતપોતાના પાત્રો ‘અનુપમા’ અને ‘રિંકુ’ (અતરંગી ફિલ્મમાં સારા અલી ખાનનું નામ)માં જોઈ શકાય છે. આ દરમિયાન સારાએ એ જ સાડી પહેરી છે જે તેણે ચકાચક' ગીતમાં પહેરી છે. તો સાથે જ રૂપાલી ઉર્ફે અનુપમા પણ તેના સિમ્પલ  રૂપમાં જોવા મળે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે બંને અભિનેત્રીઓ આ દિવસોમાં ચાહકોના દિલ અને દિમાગ પર રાજ કરી રહી છે, તેથી સાથે આવવું અને આ રીતે ડાન્સ કરવો એ ચાહકો માટે ડબલ ટ્રીટ સમાન છે.

સાત સમંદર પાર ગીત માં નિયા શર્માના લટકા – ઝટકા એ જીતી લીધું ચાહકો નું દિલ, મિનિટોમાં મળ્યા આટલા વ્યુઝ; જાણો વિગત, જુઓ વિડીયો 

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ રૂપાલી ગાંગુલી આ ગીત પર પોતાનો ડાન્સ વીડિયો શેર કરી ચૂકી છે. તે સમયે તે ગુલાબી અને સફેદ લહેંગામાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ વીડિયો હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચાવી રહ્યો છે. સારા અલી ખાનની ફિલ્મ વિશે વાત કરીએ તો, તે 24 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More