Site icon

બ્રેકઅપ થી લઈને ફ્લોપ ફિલ્મો સુધી, સારા અલી ખાને ખોલ્યા જૂના રહસ્ય, 2020 ને ગણાવ્યું સૌથી ખરાબ વર્ષ

સારા અલી ખાને ખુલાસો કર્યો કે તેને મુશ્કેલ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો. 2020 માં, તેની 2 ફિલ્મો ફ્લોપ થઈ, સાથે જ બ્રેકઅપની પીડા પણ.

sara ali khan breakup kartik aaryan says 2020 was worst phase her life 2 flop films

બ્રેકઅપ થી લઈને ફ્લોપ ફિલ્મો સુધી, સારા અલી ખાને ખોલ્યા જૂના રહસ્ય, 2020 ને ગણાવ્યું સૌથી ખરાબ વર્ષ

News Continuous Bureau | Mumbai

સારા અલી ખાને બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાઈ લીધું છે. તેણીએ સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ સાબિત થઈ હતી. આ પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે તેને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું. તેણે તાજેતરમાં તેની ફ્લોપ ફિલ્મો અને બ્રેકઅપ વિશે શેર કર્યું હતું. તેણે જણાવ્યું કે ફિલ્મ ‘લવ આજ કલ 2’ માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ સાથે તેણે ઈશારામાં કાર્તિક આર્યન સાથેના તેના બ્રેકઅપ વિશે પણ વાત કરી હતી.

Join Our WhatsApp Community

 

સારા અલી ખાને ઈશારા માં કરી બ્રેકઅપ ને લઇ ને વાત 

એવી અફવા હતી કે સારા અલી ખાન અને કાર્તિક આર્યન ‘લવ આજ કલ’ ના શૂટિંગ દરમિયાન ડેટિંગ કરવા લાગ્યા હતા. બંનેએ આજ સુધી આ અંગે મૌન સેવ્યું છે. તે જ સમયે, તેમના રોમેન્ટિક સંબંધો અને બ્રેકઅપની પુષ્ટિ કરણ જોહરે તેમના ચેટ શો કોફી વિથ કરણમાં કરી હતી. 2020માં ફિલ્મની રિલીઝ પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ત્યાર બાદ તેઓએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.તાજેતરમાં, ધ રણવીર શો પોડકાસ્ટ માં, સારા અલી ખાને કાર્તિક આર્યન સાથેના તેના બ્રેકઅપ વિશે ઈશારા માં વાત કરી અને વર્ષ 2020ને સૌથી ખરાબ વર્ષ ગણાવ્યું. સારાએ કહ્યું, ‘2020 ખૂબ જ ખરાબ વર્ષ હતું. તેની શરૂઆત બ્રેકઅપથી થઈ અને બગડતી રહી. તે ખૂબ જ ખરાબ વર્ષ હતું અને તેમાંથી મોટા ભાગનું ઇન્ટરનેટ પર છે.

 

લવ આજ કલ માટે સારા ને કરવામાં આવી હતી  ટ્રોલ 

સારાને લવ આજ કલ ફિલ્મમાં તેના પાત્ર અને અભિનય માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. આના પર સારાએ કહ્યું, ‘જો તમારું દિલ ભાંગી ગયું હોય, ઉદાસ હો, થાકેલા હો, ડરી ગયા હો, નર્વસ હો, તો 20 લોકો વાંચતા હોય તો શું વાંધો છે, કારણ કે તમે પોતે જ એટલા પરેશાન છો કે તેનાથી કોઈ ફરક પડતો નથી.’

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version