ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન ની દીકરી અને પ્રખ્યાત બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અવાર નવાર તેની તસવીર અંગે ચર્ચામાં રહે છે. ફરી એક વખત સારા અલી ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને કેટલીક એવી તસ્વીરો શેર કરી છે જેને જોતાની સાથે જ ચાહકો ફિદા થઇ ગયા છે. આ તસ્વીરોમાં સારા અલી ખાન બ્લેક કલરની બ્રાલેટ સાથે એક હાઇ સ્લિટ સ્કર્ટ પહેરેલી નજરે પડે છે. તસ્વીરોમાં સારા અલી ખાનની શૈલી એટલી દિલકશ છે કે દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

તસ્વીરોની ખાસિયત એ છે કે, તસ્વીરો બ્લેક એન્ડ વ્હાઈટ હોવા છતા સારાનાં હુસ્નના રંગોના કારણે ખૂબ જ સુંદર લાગે છે. તસ્વીરો શેર કરતાંની સાથે જ સારાએ કેપ્શનમાં એક કવિતા પણ લખી છે, ' કાશ કભી યૂં હો, ના હસરતે ના જુનૂન હો, તેરા ખ્યાલ હો ઓર તૂ હો, દિલમેં બસ સુકૂન હો…’

વર્કફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ 'અતરંગી રે'માં નજર આવશે. આનંદ એલ રાયનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ અહમ રોલ અદા કરી રહ્યાં છે. ફિલ્મ 6 ઓગસ્ટનાં રિલીઝ થવાની છે.
