ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ તેની તસવીરોને લઈને ચર્ચામાં છે. આ તસવીરોમાં સારાના અલગ-અલગ લૂક જોવા મળી રહ્યા છે અને તે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.
ખરેખર, સારા હાલમાં જ તેના પરિવાર સાથે ફરવા ગઈ છે અને આ સમય દરમિયાન તે ઘણી મસ્તી કરી રહી છે. સાથે જ તેણે તેના બિકીની લુકની તસવીરો પણ શેર કરી છે. દર વખતની જેમ આ વખતે પણ સારા અલી ખાનના વેકેશનના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

સારાએ સોશિયલ મીડિયા પર મોલ્દીવ્સ ટ્રીપના ફોટાસ શેર કર્યા છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.

સારા અલી ખાને બ્લુ બિકિનીમાં ફોટા શેર કરીને લોકોનું દિલ જીત્યું, સનસેટ એન્જોય કરતી જોવા મળી રહી છે

સારાએ તેની તસવીરો સાથે ઘણી વિડિઓઝ પણ શેર કર્યા છે, જેમાં તે સમુદ્રમાં તરતી, સ્કૂબા ડાઇવિંગ અને ઘણી સાહસ પ્રવૃત્તિઓ કરતી જોવા મળી રહી છે.

વરકફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે કુલી નંબર 1 ફિલ્મમાં જોવા મળી હતી

