News Continuous Bureau | Mumbai
Bhool bhulaiyaa 3: અક્ષય કુમાર ની ભૂલ ભુલૈયા હિટ રહ્યા બાદ તેની સિક્વલ ભૂલ ભુલૈયા 2 રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મ માં કાર્તિક આર્યને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી. હવે ચાહકો આ ફિલ્મ ના ત્રીજા ભાગ નીરાહ જોઈ રહ્યા છે. તાજેતરમાંજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભૂલ ભુલૈયા 3 આવતા વર્ષે દિવાળી ના અવસર પર રિલીઝ થશે. દરમિયાન,એવા સમાચાર છે કે કાર્તિક આર્યન તેની એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન સાથે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’માં જોવા મળશે. પરંતુ કદાચ આ ફિલ્મ પણ સારા ના હાથમાંથી નીકળી શકે છે લેટેસ્ટ એહવાલ મુજબ ફિલ્મ માં એનિમલ ફેમ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી થઇ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan : 58 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ છે બોલીવુડનો કિંગ ખાન, ડીડીએલજે ફિલ્મમાં પહેરેલું એ જ ટી-શર્ટ થઇ ગયું ફિટ.. જણાવ્યું આ પાછળનું રહસ્ય.
સારા અલી ખાન ની જગ્યા એ તૃપ્તિ ડીમરી ભજવી શકે છે ભૂલ ભુલૈયા 3 માં મુખ્ય ભૂમિકા
ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માટે સારા અલી ખાન ને પસંદ કરવામાં આવી છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ભૂલ ભુલૈયા 3 ફિલ્મની પ્રોડક્શન કંપની T-Series આ ફિલ્મની હિરોઈન માટે તૃપ્તિ ડિમરીના નામ પર પણ વિચાર કરી રહી છે. ફિલ્મ ‘એનિમલ’માં તેના બેજોડ અભિનય બાદ તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયાની ફેવરિટ હિરોઈન બની ગઈ છે.