Site icon

‘અતરંગી રે’ જોયા બાદ સૈફ, અમૃતા અને ઈબ્રાહિમે આપી હતી આવી પ્રતિક્રિયા, સારાએ કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,

મુંબઈ, 29 ડિસેમ્બર 2021.

Join Our WhatsApp Community

બુધવાર

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું કહેવું છે કે તેની તાજેતરની રીલિઝ ‘અતરંગી રે’ જોયા બાદ તેનો પરિવાર તેના પર ગર્વ અનુભવે છે. સારાનું કહેવું છે કે તેણે તેની માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાનને 'રડાવ્યા', એટલે કે ફિલ્મ જોઈને સૈફ અને અમૃતા બંને ઈમોશનલ થઈ ગયા હતા.સારા કહે છે કે માતા અને પિતાનું આ રીતે લાગણીશીલ હોવું એ "સિદ્ધિની અજાયબી ભાવના" છે. તેણે ફિલ્મમાં તેના પાત્ર રિંકુ માટે ભાઈ ઈબ્રાહિમ અલી ખાનની પ્રતિક્રિયા વિશે પણ જણાવ્યું.

સારા અલી ખાને તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,’ મને લાગે છે કે મારી માતા ખૂબ જ લાગણીશીલ છે અને હંમેશા રહેશે. બીજી બાજુ, પિતા સૈફ અલી ખાન ખૂબ જ મજબૂત અને સ્વ-શૈલીવાળા સજ્જન છે. પણ મને ખબર છે કે મેં મમ્મી-પપ્પા બંનેને રડાવ્યા છે.’તેણે કહ્યું કે તમારા માતા-પિતાને તમારા પર ગર્વ છે તે અનુભવવું વિચિત્ર છે. તેણે કહ્યું કે ભાઈ ઈબ્રાહિમ અલી ખાને ફિલ્મ અતરંગી જોયા પછી કહ્યું કે મને તારા પર ગર્વ છે કે તું મારી બહેન છે.તેણે કહ્યું કે ઈબ્રાહિમ આ વાત બીજાઓને પણ કહી રહ્યો છે, જેનાથી હું ખુશ છું. સારાએ કહ્યું કે તે અને ઈબ્રાહિમ એકબીજા સાથે ખૂબ મજાક કરે છે.તેણે કહ્યું, હું તેની ગોલુ મોલુ બહેન છું.

સલમાન ખાને આ કારણથી રિજેક્ટ કરી હતી 'બાઝીગર' અને ‘ચક દે ઇન્ડિયા’, શાહરુખ ખાન ના બંગલા મન્નત ને લઈ ને કરી હતી આવી વાત; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન અને ધનુષની ફિલ્મ અતરંગી રે 24 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ છે.આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત છે. આ પહેલા સારા અલી ખાને ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાયને એક ઈમોશનલ પત્ર લખ્યો હતો.આ પત્રમાં સારાએ આનંદ એલ રાયનો તેના પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો હતો.

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version