Site icon

Sara ali khan koffee with karan: કોફી વીથ કરણ નો ત્રીજો એપિસોડ હશે દિલચસ્પ, સારા અલી ખાને તેના અને શુભમન ગિલ ના સંબંધ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

Sara ali khan koffee with karan:'કોફી વિથ કરણ'ની 8મી સીઝન માં ત્રીજા ગેસ્ટ તરીકે સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. આ દરમિયાન સારા અને અનન્યા એ ઘણા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન સારા એ તેના અને શુભમન ગિલ ના સંબંધ વિશે પણ ખુલાસો કર્યો હતો.

sara ali khan reacts on relationship with shubman gill in koffee with karan

sara ali khan reacts on relationship with shubman gill in koffee with karan

News Continuous Bureau | Mumbai 

Sara ali khan koffee with karan:કરણ જોહર નો ચેટ શો ‘કોફી વિથ કરણ’  શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી શો ના બે એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે. આ શો ના પહેલા ગેસ્ટ દીપિકા અને રણવીર હતા જેમાં તેમના લગ્ન નો વિડીયો પણ જોવા મળ્યો હતો. તેમજ બીજા એપિસોડ ના ગેસ્ટ સાની અને બોબી દેઓલ હતા જેમાં બન્ને એ ઘણા ખુલાસા કર્યા હતા. હવે આ શો ના ત્રીજા ગેસ્ટ તરીકે સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. આ દરમિયાન સારા અને અનન્યા કરણ જોહર ના સવાલ ના જવાબ આપતી વખતે ઘણા ખુલાસા કરતા જોવા મળશે. આ દરમિયાન સારા અલી ખાને તેના અને શુભમન ગિલ ના સંબંધ વિશે પણ ખુલાસો કર્યો હતો. આ એપિસોડનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ 8 નો નવો પ્રોમો 

‘કોફી વિથ કરણ’ના ત્રીજા એપિસોડ માં સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. આ દરમિયાન બન્ને એ તેમની લવ લાઈફ પર ખુલી ને વાત કરી હતી. જવે કોફી વિથ કરણ 8 ના સામે આવેલા પ્રોમો માં જોવા મળે છે કે, વીડિયોમાં કરણ જોહર સારા અલી ખાન ને શું સારા અલી ખાન અને શુભમન ગિલ સાથે ડેટિંગની અફવા હતી? સારા આના પર પ્રતિક્રિયા આપતા કહે છે, ‘તમે ખોટી સારા ની વાત કરી રહ્યા છો. આખી દુનિયા ખોટી સારાની પાછળ છે. આ સાંભળીને કરણ જોહર હસી પડે છે. આ સિવાય કરણ જોહર સારા ને પૂછે છે કે તારી પાસે શું નથી જે અનન્યા પાસે છે તો આના જવાબ માં સારા કહે છે અ નાઈટ મેનેજર જે સાંભળી ને અનન્યા શરમાઈ જાય છે.  આ પછી, કરણ જોહર અનન્યાને પૂછે છે કે તે તેની રાત કેવી રીતે મેનેજ કરી રહી છે, શું તે ભટકી રહી છે? કાવ્યાત્મક રીતે જવાબ આપતા અનન્યા કહે છે, ‘આશિકી આવી જ છે…’


તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને શુભમન ગિલ ઘણી વાર સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ થી બન્ને વચ્ચે અફેર ના સમાચારે જોર પકડ્યું હતું પરંતુ સારા અલી ખાને ક્યારેય પણ તેના સંબંધ વિશે કહ્યું નથી. સારા અલી ખાન બાદ શુભમન ગિલ નું નામ સારા તેંડુલકર સાથે જોડવામાં આવ્યું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ સારા તેંડુલકર ને ડેટ કરી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચોઃ Singham again: સિંઘમ અગેન માં અક્ષય કુમાર ની થઇ ધમાકેદાર એન્ટ્રી, અજય દેવગને પોસ્ટ શેર કરી અભિનેતા વિશે કહી આ વાત

TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.
Exit mobile version