News Continuous Bureau | Mumbai
Sara ali khan: વર્ષ 2023 સમાપ્ત થઇ ગયું છે. અને વર્ષ 2024 શરૂ થઇ ગયું છે. બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટો અને વિડીયો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે સારા અલી ખાને વધુ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેને જણાવ્યું છે કે તેના માટે વર્ષ 2023 કેવું રહ્યું. સારા અલી ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સારા અલી ખાને શેર કર્યો વિડીયો
સૈફ અલી ખાન ની દીકરી અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાને તેના વર્ષ 2023ની કેટલીક યાદગાર ક્ષણો ચાહકો સાથે શેર કરી છે.આ વિડીયો માં સારા અલી ખાને ગયા વર્ષ માં કેટલી ફિલ્મો શૂટ કરી તે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઝલક તેમજ તેને તેના વેકેશન ની પણ તસવીરો બતાવી છે.
આ વીડિયોના કેપ્શનમાં સારા અલી ખાને લખ્યું, ‘2023 બાય-બાય. મૂવીઝ, મસ્તી, પહાડો, મમ્મી અને ઘણા પ્રિયજનો માટે સંતોષ આનંદનો આભાર. પ્રેમ, શાંતિ, કુટુંબ અને ફોટા (અને પોપકોર્ન). જય ભોલે નાથ.’
આ સમાચાર પણ વાંચો : Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ