Site icon

Sara ali khan: સારા અલી ખાને ડેવિડ બેકહામ સાથે આ મુદ્દે કરી વાતચીત, અભિનેત્રી ની કલીપ થઇ વાયરલ

Sara ali khan: સારા અલી ખાન ની એક કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે ડેવિડ બેકહામ સાથે વાતચીત કરી રહી છે.

sara ali khan talks to david beckhan about fame

sara ali khan talks to david beckhan about fame

News Continuous Bureau | Mumbai 

 Sara ali khan: સારા અલી ખાન ની એક કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વાસ્તવમાં સારા અલી ખાન મુંબઈમાં આવેલી મેટા ઓફિસમાં આઇકોનિક ફૂટબોલર ડેવિડ બેકહામ સાથે વાત કરી રહી હતી. આ શો માં , ટોચના ભારતીય Instagram સર્જકોએ પણ ભાગ લીધો હતો. આ શો દરમિયાન સારાડેવિડ બેકહામ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. 

Join Our WhatsApp Community

 

સારા અલી ખાને કરી ડેવિડ બેકહામ સાથે વાત 

સારા ની જે કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં તે કહેતી જોવા મળે છે કે, “જો કોઈ તમારા જેટલી મોટી સેલિબ્રિટી છે, તો તેને માણસ તરીકે જોવું મુશ્કેલ બની શકે છે. ત્યાં ખૂબ ગ્લેમર છે, એટલું બધું દબાણ છે કે ક્યારેક તમે કોણ છો તે જોવું મુશ્કેલ છે અને હું તમારા પરિવાર અને બાળકો માટે વિચારું છું, તે સુંદર વ્યક્તિગત શાંતિ છે. આના જવાબમાં ડેવિડે કહ્યું, “આ વાત કરવા બદલ તમારો આભાર અને મને નથી લાગતું કે આ રીતે સમજાવવામાં આવ્યું હોય અને વાત કરવામાં આવી હોય. આ એક ઉત્તમ વર્ણન છે.”


તમને જણાવી દઈએ કે, ડેવિડ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ માટે મુંબઈમાં હતો. ત્યારબાદ સોનમ કપૂર અને તેના બિઝનેસમેન પતિ આનંદ આહુજા એ ડેવિડ બેકહામ માટે પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં ઘણા સેલેબ્રીટી હાજર રહ્યા હતા. શાહરુખ ખાને પણ ડેવિડ બેકહામ માટે પોતાના ઘર મન્નત માં પાર્ટી નું આયોજન કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Virat kohli and Anushka sharma: મેચ દરમિયાન વિરાટ કોહલી નો અનુષ્કા શર્મા પ્રત્યે નો પત્ની પ્રેમ મળ્યો જોવા, ક્યૂટ મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ, જુઓ વિડીયો

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version