Site icon

ફરી પ્રેમમાં પડી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન-આ વખતે બોલિવૂડ સ્ટાર નહિ પરંતુ ક્રિકેટર ને ડેટ કરી રહી હોવાની છે ચર્ચા

 News Continuous Bureau | Mumbai

ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણીવાર ચર્ચામાં આવે છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી છે જે આ દિવસોમાં ખૂબ જ વાયરલ(viral) થઈ રહી છે. ફોટામાં અભિનેત્રી ટીમ ઈન્ડિયાના (team India)બેટ્સમેન શુભમન ગિલ(Shubhman Gill) સાથે જોવા મળી રહી છે. ફોટોમાં બંને એક રેસ્ટોરન્ટમાં સાથે ડિનર (dinner)કરતા જોવા મળે છે. આ તસવીરને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કાર્તિક સાથેના બ્રેકઅપ(breakup) બાદ સારા હવે શુભમનને ડેટ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ પહેલીવાર નથી જ્યારે સારાનું નામ કોઈની સાથે જોડાયું હોય. આ પહેલા તેની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ' દરમિયાન તેનું નામ સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput) સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને રિલેશનશિપમાં(relationship) છે. જો કે, સારા અને સુશાંત દ્વારા ક્યારેય આ વાતની પુષ્ટિ થઈ નથી. ફિલ્મ રિલીઝ થયા બાદ બંને વચ્ચે બ્રેકઅપના સમાચારો સામે આવવા લાગ્યા હતા.આ પછી કાર્તિક(Kartik Aryan) સાથે તેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, બંને ફિલ્મ 'લવ આજ કલ' દરમિયાન નજીક આવ્યા હતા. જોકે, કાર્તિકે કે સારાએ ક્યારેય આ દાવાઓ પર પોતાનું મૌન તોડ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : હંમેશામાં વિવાદોમાં રહેતા બૉલીવુડ એક્ટર KRKની થઇ ધરપકડ- મુંબઈમાં લેન્ડ કરતાં જ પોલીસે કરી અટકાયત- જાણો શું છે મામલો

તમને જણાવી દઈએ કે આ વાયરલ તસવીર લંડનની(London) જણાવવામાં આવી રહી છે. વાસ્તવમાં ઝિમ્બાબ્વે(Zimbabwe) પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ શુભમન કાઉન્ટી ક્રિકેટ(county cricket) રમવા લંડન ગયો છે. મળતી માહિતી મુજબ સારા પણ આ દિવસોમાં લંડનમાં છે. બંનેને સાથે જોયા બાદ લોકો કહી રહ્યા છે કે સારા શુભમનને ડેટ કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા તાજેતરમાં ધનુષ અને અક્ષય કુમાર સાથે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળી હતી. બીજી તરફ તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version