Site icon

મનોરંજન ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર, સારાભાઈ Vs સારાભાઈ 2 ની આ અભિનેત્રી નું 32 વર્ષ ની વયે થયું નિધન, રૂપાલી ગાંગુલી એ વ્યક્ત કર્યો શોક

રૂપાલી ગાંગુલી સાથે 'સારાભાઈ Vs સારાભાઈ'માં અભિનય કરનાર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંજર ઘાટી માં જતી વખતે તેની કારને અકસ્માત નડ્યો અને તેનું મૃત્યુ થયું.

sarabhai vs sarabhai actress vaibhav upadhyay dies in accident in kullu himachal pradesh

મનોરંજન ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર, સારાભાઈ Vs સારાભાઈ 2 ની આ અભિનેત્રી નું 32 વર્ષ ની વયે થયું નિધન, રૂપાલી ગાંગુલી એ વ્યક્ત કર્યો શોક

News Continuous Bureau | Mumbai

‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બંજર સબ-ડિવિઝનના સિધવા ખાતે એક માર્ગ અકસ્માત દરમિયાન અભિનેત્રીનું મૃત્યુ થયું છે. ફિલ્મ નિર્માતા જેડી મજીઠિયાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, વૈભવીએ ટીવી સીરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં રોશેશની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.

Join Our WhatsApp Community

 

જેડી મજેઠીયા એ શેર કરી પોસ્ટ 

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા જેડી મજીઠિયાએ લખ્યું, “વિશ્વાસ નથી આવતો. જીવનનો કોઈ ભરોસો નથી. ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી અને મારી સારી મિત્ર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. વૈભવી ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ની જાસ્મીન તરીકે ઓળખાતી હતી. નોર્થ માં અકસ્માતને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમનો પરિવાર તેમના મૃતદેહને મુંબઈ લાવવા જઈ રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રેસ્ટ ઈન પીસ વૈભવી ”

 રૂપાલી ગાંગુલીએ વ્યક્ત કર્યો શોક 

જેડી મજીઠિયા બાદ ટીવી સીરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ વૈભવીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે, સીરિયલ્સ સિવાય વૈભવીએ છપાક, સિટી લાઈટ્સ, તિમિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે અનેક ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: G-20 સમિટમાં ભાગ લીધો અભિનેતા રામ ચરણે, વિદેશી મહેમાનો સાથે નાટૂ-નાટૂ ગીત પર થીરકાવ્યા પગ, જુઓ વીડિયો..

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version