Site icon

સતીશ કૌશિક ના મૃત્યુ કેસમાં નવો વળાંક, દિલ્હી પોલીસ ને ફાર્મ હાઉસમાંથી મળી ‘દવાઓ’

સતીશ કૌશિક મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ ટીમને જે ફાર્મહાઉસમાંથી સતીશ કૌશિકની હોળીની પાર્ટી હતી ત્યાંથી કેટલીક દવાઓ મળી છે. પોલીસ વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સતીશ કૌશિકે 9 માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે.

satish kaushik death update crime team visited farmhouse where holi party organised recovered some medicines

સતીશ કૌશિક ના મૃત્યુ કેસમાં નવો વળાંક, દિલ્હી પોલીસ ને ફાર્મ હાઉસમાંથી મળી 'દવાઓ'

News Continuous Bureau | Mumbai

પીઢ અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન થયું છે. 9 માર્ચે, તેમણે કાયમ માટે દુનિયા ને અલવિદા કહી દીધું. સતીશ કૌશિકના અવસાનથી તેમના પરિવાર અને નજીકના લોકો માટે જીવનભરનો ખાલીપો પડી ગયો છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે સતીશ કૌશિક મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે.

Join Our WhatsApp Community

 

ફાર્મહાઉસમાં પોલીસને મળી દવા 

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ફાર્મહાઉસમાંથી કેટલીક દવાઓ મળી છે જ્યાં સતીશ કૌશિકે મૃત્યુના એક દિવસ પહેલા હોળી પાર્ટી કરી હતી. જેમાં ડાયજેન અને સુગર કી જેવી નિયમિત દવાઓ પણ છે. આ સિવાય કેટલીક દવાઓ એવી છે જેની તપાસ ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરોએ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ જણાવ્યું નથી. અભિનેતાના શરીર પર કોઈ ઈજાના નિશાન ન હતા. લોહી અને હૃદય તપાસ માટે રાખવામાં આવ્યા છે. એક અઠવાડિયાથી 15 દિવસમાં પોલીસને બ્લડ અને હાર્ટના રિપોર્ટ મળી જશે. પોલીસ હજુ પણ કોઈ નિર્ણય પર પહોંચતા પહેલા વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેમાં મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. પોલીસે ગેસ્ટ લિસ્ટની માહિતી પણ લીધી છે.

 

સતીશ કૌશિકે સેલિબ્રેટ કરી હતી હોળી 

સતીશ કૌશિકે 7 માર્ચે મુંબઈમાં શબાના આઝમીના ઘરે હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. મુંબઈમાં મિત્રો સાથે હોળી રમ્યા બાદ સતીશ કૌશિકે 8મી માર્ચે દિલ્હીમાં હોળી રમી હતી. તેણે દિલ્હીના બિજવાસનમાં તેના ફાર્મહાઉસમાં પરિવાર સાથે હોળી રમી હતી.દિવસ દરમિયાન હોળી રમ્યા બાદ મધરાતે 12.10 વાગ્યે તેને બેચેની થવા લાગી હતી. અભિનેતાએ તેના મેનેજરને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરી હતી. આ પછી તેને તરત જ ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સતીશ કૌશિકને બચાવવા માટે ડોક્ટરોએ ખૂબ પ્રયાસ કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version