News Continuous Bureau | Mumbai
આજે, ઇન્ટરનેટના આ યુગમાં, સોશિયલ મીડિયા(social media) પર રોજ કંઈક નું કંઈક વાયરલ થતું રહે છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસની (bollywood actress)બાળપણની તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. શું તમે આ ફોટો જોઈને કહી શકો છો કે આ કઈ અભિનેત્રીની બાળપણની તસવીર (childhood photo)છે? તો ચાલો તમને કેટલાક સંકેતો આપીએ.જે અભિનેત્રીનો આ ફોટો છે તે આજના સમયમાં સોશિયલ મીડિયાની મોટી સેન્સેશન બની ગઈ છે. તે ઘણીવાર તેની લવ લાઈફને (love life)લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક પોતાના નિવેદનોને લઈને. મુદ્દો ગમે તે હોય, તે દરેક મુદ્દા પર ખુલીને પોતાની વાત રાખવા માટે જાણીતી છે. આ બધા કારણોસર તે કોન્ટ્રોવર્સી અને ડ્રામા ક્વીન(drama queen) જેવા નામોથી પણ જાણીતી છે.
અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજી કોઈ નહીં પણ રાખી સાવંત(rakhi sawant) છે.આ તેની બાળપણની તસવીર છે.જે તેણે પોતે ઘણા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ (instagram)પર શેર કરી હતી.જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જો કે તેનો આ ફોટો આજે પણ ચર્ચા માં છે.આ તસવીરોમાં રાખી લાંબા વાળમાં જોવા મળે છે અને તેની સાથે માતા જયા સાવંત(Jaya sawant) પણ જોવા મળે છે. રાખી બાળપણ કરતા અત્યારે જ ઘણી બદલાઈ ગઈ છે, જે તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : જન્માષ્ટમી ના પાવન અવસર પર રણવીર સિંહ-દીપિકા પાદુકોણે કરી ગૃહપ્રવેશ ની પૂજા-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ
રાખી સાવંત વર્ષ 2004માં શાહરૂખ ખાનની ફિલ્મ 'મેં હું ના' (Main hoon na )માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે શાહરૂખની ક્લાસમેટ 'મિની'ની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, તે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના લોકપ્રિય ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 15' (Bigg boss)નો ભાગ પણ રહી ચૂકી છે.બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ રાખીને ઘણા પ્રોજેક્ટ ઓફર કરવામાં આવ્યા હતા.હાલ તે તેના બોયફ્રેન્ડ ને લઇ ને ચર્ચામાં છે.