Site icon

14 વર્ષ પછી ફરી રહી છે એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ કહાની ઘર ઘર કી -જાણો કેવી હશે તેની સ્ટારકાસ્ટ અને ક્યારે થશે ટેલિકાસ્ટ

News Continuous Bureau | Mumbai

એકતા કપૂરની સૌથી લોકપ્રિય સીરિયલ કહાની ઘર ઘર કી (Kahani Ghar ghar ki) ફરી એકવાર ટીવી પર પાછી ફરી રહી છે. 14 વર્ષ પછી દર્શકોને તેમની મનપસંદ સિરિયલ ફરીથી જોવાનો મોકો મળશે. તમને જણાવી દઈએ કે આ સીરિયલ 2000માં શરૂ થઈ હતી અને તેનો છેલ્લો એપિસોડ 2008માં રિલીઝ થયો હતો. આ સિરિયલે તેના પ્રસારણ દરમિયાન હંમેશા ટીઆરપી (TRP)માં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ફરી એકવાર નવી વાર્તા સાથે સિરિયલ શરૂ થઈ રહી છે, તેથી આ વખતે સિરિયલને ટીઆરપીમાં કેવું રેન્કિંગ (TRP ranking)મળે છે તે જોવાની મજા આવશે. તમને જણાવી દઈએ કે એકતા લાંબા સમયથી પોતાની હિટ સિરિયલનો બીજો ભાગ લાવી રહી છે. કસૌટી જીંદગી કે, કવચ અને બડે અચ્છે લગતે હૈની બીજી સીઝન આવી ગઈ છે અને હવે કહાની ઘર ઘર કી નો વારો છે.

Join Our WhatsApp Community

રિપોર્ટ્સનું માનીએ તો સ્ટાર પ્લસે કહાની ઘર ઘર કી રિમેક(kahani ghar ghar ki remake) કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનું માનીએ તો સિરિયલની બીજી સિઝનની વાર્તા પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે ટીમ સિરિયલની સ્ટારકાસ્ટ પર કામ કરી રહી છે. શોની સ્ટારકાસ્ટ ફાઇનલ થતા જ શૂટિંગ શરૂ કરવામાં આવશે. હાલમાં, આ સિરિયલ કઈ તારીખે ટેલિકાસ્ટ (telecast)થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સિરિયલે સતત 6 વર્ષ સુધી લોકોનું ઘણું મનોરંજન કર્યું. પછી શોને 18 વર્ષ આગળ લઈ જવામાં આવ્યો, જેના કારણે તેની ટીઆરપી ઘટવા લાગી. આખરે 9 ઓક્ટોબર 2008ના રોજ તેને બંધ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કેટરિના કૈફ અને વિકી કૌશલને ધમકી આપનાર વ્યક્તિની થઇ ધરપકડ-આ કારણે અભિનેત્રીનો કરતો હતો પીછો

તમને જણાવી દઈએ કે જે સાક્ષી તંવર (Sakshi Tanwar)તે પાર્વતીનું પાત્ર ભજવીને ઘર-ઘર માં ફેમસ થઈ ગઈ હતી તે આ રોલ માટે તૈયાર નહોતી. કહેવાય છે કે જ્યારે આ સિરિયલનો કોન્સેપ્ટ સાક્ષીને સંભળાવવામાં આવ્યો ત્યારે તેણે તેમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેને સીરિયલની આખી સ્ટોરી પણ જણાવી પરંતુ તેમ છતાં તે કામ કરવા તૈયાર ન હતી, પરંતુ એકતા સાક્ષી સાથે જ કામ કરવા માંગતી હતી.તે દરમિયાન સાક્ષીનું ઘર દિલ્હીમાં(Delhi) હતું અને તે સીરિયલ માટે મુંબઈ(Mumbai) આવવા માંગતી ન હતી. પછી ખૂબ સમજાવટ પછી, તે આ કામ કરવા માટે રાજી થઈ ગઈ અને ઘર-ઘરનું નામ બની ગઈ.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version