ગોવિંદા અને રવિના ટંડનની આ સુપરહિટ ફિલ્મ ની રિમેક બનાવશે શાહરૂખ ખાન – ખરીદ્યા ફિલ્મના રાઇટ્સ 

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન(Shah Rukh Khan) લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે અને હવે તે આવતા વર્ષે ત્રણ ફિલ્મો સાથે સિનેમાઘરોમાં (cinemas) ધૂમ મચાવવા જઈ રહ્યો છે. આવતા વર્ષે તેની 'પઠાણ'(Pathan), 'જવાન'(Jawan) અને 'ડંકી'(Donkey) ફિલ્મ રિલીઝ(Movie release) થશે, જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. હવે તેના ચાહકો માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે, જે સાંભળીને તેઓ ખુશ થઈ જશે. અહેવાલ છે કે શાહરૂખ ખાને ગોવિંદા(Govinda) અને રવિના ટંડન(Raveena Tandon) સ્ટારર ફિલ્મ 'દુલ્હે રાજા'ના(Dulhe Raja) રાઇટ્સ ખરીદી લીધા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે(Production House Red Chillies Entertainment) 1998માં આવેલી ગોવિંદા અને રવિના ટંડન સ્ટારર 'દુલ્હે રાજા'ની રિમેક અને નેગેટિવ રાઇટ્સ (Negative Rights) ખરીદી લીધા છે. ફિલ્મના રાઈટ્સને લઈને ડીલ લાંબા સમયથી અટકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફરહાદ સામજી(Farhad Samji) ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. સ્ક્રિપ્ટ અને ના વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને, કાસ્ટિંગ કરવામાં આવશે.ફિલ્મ 'દુલ્હે રાજા'ની વાત કરીએ તો તેનું નિર્દેશન હરમેશ મલ્હોત્રાએ(Harmesh Malhotra) કર્યું હતું. 'દુલ્હે રાજા' ગોવિંદા અને રવિના ટંડનની સૌથી મજેદાર ફિલ્મોમાંથી એક છે, જેને દર્શકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. ફિલ્મમાં ગોવિંદા અને રવિના ટંડન ઉપરાંત કાદર ખાન(Kader Khan), પ્રેમ ચોપરા(Prem Chopra), જોની લીવર(Johnny Lever)  અને અસરાની જેવા ઉત્તમ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર પણ વાંચો :  2 મહિના પણ ન ટક્યો સુષ્મિતા સેન-લલિત મોદી નો સંબંધ- સામે આવી રહ્યું છે બ્રેકઅપનું આવું કારણ 

શાહરૂખ ખાન ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા  ચાર વર્ષ પછી મોટા પડદા પર પરત ફરવા માટે તૈયાર છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી.  હવે તે એક વર્ષમાં ત્રણ ફિલ્મો સાથે વાપસી કરી રહ્યો છે. આ સિવાય તે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં કેમિયો કરતો જોવા મળશે.

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version