News Continuous Bureau | Mumbai
Dunki release date:બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેનું પરિણામ એ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન’ માટે સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન દિગ્દર્શક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ડિંકી’માં કામ કરતો જોવા મળશે.
શાહરુખ ખાને જણાવ્યું ક્યારે રિલીઝ થશે ડંકી
ફિલ્મ ‘જવાન’ની સક્સેસ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની આગામી ફિલ્મ ‘ડિંકી’ની રિલીઝ ડેટ વિશે જણાવ્યું. શાહરૂખ ખાને કહ્યું, ‘અમે 26 જાન્યુઆરીથી શરૂઆત કરી હતી. ‘પઠાણ’ ગણતંત્ર દિવસ પર આવી હતી . પછી ‘જવાન’ જન્માષ્ટમી એટલે કે કૃષ્ણજીના જન્મદિવસે આવી. નવું વર્ષ આવવાનું છે, ક્રિસમસ પણ છે, અમે તેના પર ‘ડંકી’ લાવીશું. અને જ્યારે મારી ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે હંમેશા ઈદ હોય છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ ‘ડિંકી’ની રિલીઝ ડેટ સામે આવતા જ શાહરૂખ ખાનના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
Pathaan of Republic day#Jawan on Janmashtami
DUNKI will arrive ON X-MAS– KING pic.twitter.com/2V2z9EBEa5
— SOLDIER ♕ (@iSoldier___) September 15, 2023
2023 માં શાહરુખ ખાન ની ફિલ્મ ની કમાણી
વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ લકી રહ્યું છે. તેની ફિલ્મ ‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડ અને વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ સિનેમાઘરોમાં છે. ફિલ્મ ‘જવાન’એ ભારતમાં લગભગ 400 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે શાહરૂખ ખાનની 2023ની ત્રીજી ફિલ્મ ‘ડિંકી’ લોકોને કેટલી પસંદ આવે છે અને તે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.
આ સમાચાર પણ વાંચો : RKRKPK OTT: OTT પર રિલીઝ થઇ કરણ જોહર ની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની, જાણો ક્યારે અને ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો રણવીર-આલિયા ની પ્રેમકહાની