Shah Rukh Khan death threat: સલમાન બાદ કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા અધધ આટલા લાખ રૂપિયા; મુંબઈ પોલીસ થઇ દોડતી.. 

 Shah Rukh Khan death threat: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને ધમકી મળી છે. મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો હોવાના અહેવાલ છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ મેસેજ કોણે મોકલ્યો છે. થોડા દિવસો પહેલા, પોલીસે અન્ય અભિનેતા સલમાન ખાનને ધમકી આપવા બદલ ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક યુવકની ધરપકડ કરી હતી.

by kalpana Verat
Shah Rukh Khan death threatAfter Salman Khan, Shah Rukh Khan receives death threat

 

 

 

 

Shah Rukh Khan death threat:બોલિવૂડ અભિનેતા સલમાન ખાન બાદ હવે બાદશાહ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શાહરૂખ ખાનને ધમકી આપનાર આરોપીએ અભિનેતાની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝને ધમકીભર્યો ફોન કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આરોપીની રાયપુરથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ ધમકીભર્યો ફોન કરીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Shah Rukh Khan death threat: 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ

જણાવી દઈએ કે મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલ રેન્કના જવાનનો 5 નવેમ્બરે બપોરે 1:21 વાગ્યે પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, શાહરૂખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડનો માલિક છે… જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ, આના પર પોલીસવાળાએ પૂછ્યું- તમે કોની સાથે વાત કરો છો? તમે ક્યાંથી બોલો છો, પછી ફોન કરનારે જવાબ આપ્યો – કોઈ વાંધો નહીં… જો તમારે લખવું હોય તો મારું નામ હિન્દુસ્તાનીમાં લખો.

Shah Rukh Khan death threat: પોલીસે આરોપીની અટકાયત કરી  

આ પછી રાત્રે 9 વાગ્યે FIR નોંધવામાં આવી. પોલીસે જ્યારે કોલ ટ્રેસ કર્યો તો જાણવા મળ્યું કે ફોન ફૈઝાન ખાન નામના વ્યક્તિના નામે નોંધાયેલો હતો અને કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની ટીમ રાયપુર પહોંચી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કસ્ટડીમાં લીધો. આ ધમકી બાદ શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Shah Rukh Khan death threat:વર્ષ 2023માં પણ  મળી હતી ધમકીઓ

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે વર્ષ 2023માં શાહરૂખ ખાનને પઠાણ અને જવાનની સુપર સક્સેસ પછી પણ ઘણી વખત ધમકીઓ મળી હોય. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, ત્યારબાદ અભિનેતાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

 

Join Our WhatsApp Community

You may also like