News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ ‘જવાન’ને આખરે સેન્સર બોર્ડ તરફથી U/A સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે 7 મહત્વના ફેરફારો સાથે પાસ કરી છે. ‘જવાન’નો રનિંગ ટાઈમ અંદાજે 169.18 મિનિટનો છે. સેન્સર બોર્ડના સર્ટિફિકેટની કોપી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ ફિલ્મમાં કરવામાં આવેલા ફેરફારોને દર્શાવે છે. ‘જવાન ‘નો રનિંગ ટાઈમ અંદાજે 169.18 મિનિટનો છે. ફેરફારોમાં ફિલ્મના કેટલાક સંવાદો અને હિંસક દ્રશ્યોનો સમાવેશ થાય છે જે સૂચવે છે કે શાહરૂખ ખાન ધમાકેદાર રીતે પાછો આવશે. આત્મહત્યાના દ્રશ્યમાં ફેરફાર સૂચવવામાં આવ્યા છે અને ફિલ્મનો રન ટાઈમ પણ ઘટાડવામાં આવ્યો છે.
જવાન ફિલ્મના કેટલાક સીન બદલવામાં આવ્યા
વાયરલ થઈ રહેલા પેપર મુજબ, સેન્સર બોર્ડે હિંસક સીનને ડિલીટ કરવાનું સૂચન કર્યું હતું અને કોપીમાં જણાવાયું હતું કે, “માથું કપાયેલ શરીર ના દ્રશ્યો હટાવ્યા…” અહેવાલ મુજબ, કેટલાક સંવાદો પણ બદલવામાં આવ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલ અહેવાલ એમ પણ સૂચવે છે કે, “ઉંગલી કરના” ડાયલોગ ને “તેનો ઉપયોગ કરો” માં બદલવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)નું નામ લેવામાં આવ્યું છે પરંતુ તેને પણ બદલીને IISG કરવામાં આવ્યું છે. આ રીતે કુલ 7 જગ્યાએ ફેરફાર કરવામાં આવ્યા છે. સેન્સર સર્ટિફિકેટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.
#Jawan Censor Certificate , Censor Cuts And Runtime details.
7 modification done to last print pic.twitter.com/b4R7Y8uq09— Azam Sajjad (@AzamDON) August 22, 2023
આવતા મહિને રિલીઝ થશે જવાન
એટલી દ્વારા નિર્દેશિત, ‘જવાન’માં વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ પણ ખાસ અપિયરન્સમાં જોવા મળશે. રેડ ચિલીઝ બેનર હેઠળ ગૌરી ખાન દ્વારા નિર્મિત, ‘જવાન’ 7 સપ્ટેમ્બરે હિન્દી, તમિલ અને તેલુગુ વર્ઝનમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. અત્યાર સુધીમાં, નિર્માતાઓએ ફિલ્મનો પૂર્વાવલોકન, ઘણા પોસ્ટરો તેમજ બે ગીતો રિલીઝ કર્યા છે. આ તમામને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : adil-rakhi: રાખી સાવંતના પતિ આદિલે ખોલ્યા ‘ડ્રામા ક્વીન’ ના રહસ્ય, અભિનેત્રી ની માતા વિશે પણ કહી આ વાત