Site icon

પઠાણ’ વિવાદ વચ્ચે આ દેશમાં ચાલ્યો શાહરૂખ ખાનનો જાદુ, છપ્પરફાડ થઇ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે ભારતમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ રેકોર્ડ બનાવશે.

shahrukh khan film pathaan going houseful in advance booking in germany

પઠાણ’ વિવાદ વચ્ચે આ દેશમાં ચાલ્યો શાહરૂખ ખાનનો જાદુ, છપ્પરફાડ થઇ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગ

News Continuous Bureau | Mumbai

વર્ષ 2023 દસ્તક આપવા જઈ રહ્યું છે. નવા વર્ષનું આગમન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ થવાનું છે. બધાની નજર શાહરૂખ ખાન ( shah rukh khan  ) અને દીપિકા પાદુકોણની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પઠાણ’ ( pathaan  ) પર છે. સ્વાભાવિક છે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ સાથે શાહરૂખ લાંબા સમય બાદ સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની ધૂમ મચી ગઈ છે. બીજી તરફ આ ફિલ્મને લઈને અનેક વિવાદો પણ હેડલાઈન્સમાં છે. ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં સેફ્રોન બિકીની કોન્ટ્રોવર્સીમાં દીપિકાનો ડાન્સ લોકોને પસંદ નથી આવી રહ્યો. આ તમામ બાબતો વચ્ચે ( germany ( ફિલ્મના એડવાન્સ બુકિંગને ( advance booking )  લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

 જર્મની માં ચાલ્યો શાહરુખ ખાન નો જાદુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાનની નવી મૂવીઝ પઠાણને લઈને જર્મનીમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ અહીં 28મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. જર્મનીના લોકો જે રીતે આ ફિલ્મને લઈને ઉત્સુક છે તે જોઈને ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ એક્સપર્ટ્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ વધી રહ્યું છે તે દર્શાવે છે કે ‘પઠાણ’ એક હોટ પ્રોડક્ટ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતમાં પણ આ ફિલ્મ વિશે આવી જ પ્રતિક્રિયા આવશે. અહીં પણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ હાઉસફુલ થઈ જશે. જર્મનીમાં ‘પઠાણ’ના થિયેટર બુકિંગના સ્ક્રીનશોટ ગઈકાલે રાતથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જર્મનીમાં મલ્ટિપ્લેક્સ ચેઈન્સની વેબસાઈટ પર નજર નાખતા જાણવા મળ્યું કે ફિલ્મની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. બર્લિન, એસેન, ડામટોર, હાર્બર, હેનોવર, મ્યુનિક અને ઑફનબેંકના 7 થિયેટરોમાં બુધવાર, 25 જાન્યુઆરીએ ‘પઠાણ’ના શો લગભગ ભરાઈ ગયા છે. જર્મનીની પ્રતિક્રિયાને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ ટિકિટનું વેચાણ શરૂ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:   લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થતા આમિર ખાન વળ્યો સાઉથ તરફ, જુનિયર એનટીઆર ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

ભારત માં જાન્યુઆરી થી શરૂ થશે એડવાન્સ બુકીંગ

તમને જણાવી દઈએ કે ભારતમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં શરૂ થવાની આશા છે. કહેવાની જરૂર નથી કે પઠાણ બોક્સ ઓફિસનો દુષ્કાળ તોડી શકે તેવી અપેક્ષા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત અને આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, પઠાણ 25 જાન્યુઆરી, 2023 ના રોજ સિનેમાઘરોમાં આવશે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version