શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ની ઓટીટી રીલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે અને ક્યાં તમે જોઈ શકશો ફિલ્મ !!

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'ની OTT રિલીઝ ડેટ પર એક સમાચાર સામે આવ્યા છે. એક અપડેટ સામે આવી ગયું છે કે કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે શાહરૂખ ખાનની ફિલ્મ રિલીઝ થશે.

shah rukh khan film pathan may stream on amazon prime video on 25 th april

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' ની ઓટીટી રીલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે અને ક્યાં તમે જોઈ શકશો ફિલ્મ !!

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ( shah rukh khan ) ફિલ્મ ‘પઠાણ’ને ( pathaan  ) લઈને કેટલીક નવી અપડેટ સામે આવી રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પહેલા OTT રિલીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં, દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં શાહરૂખ ખાનની ફિલ્મને OTT પર રિલીઝ કરતા પહેલા કેટલાક ફેરફારો કરવા કહ્યું હતું. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, તે પ્રકાશમાં આવ્યું છે કે ફિલ્મ 25 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો ( amazon prime video ) પર સ્ટ્રીમ થઈ શકે છે.

Join Our WhatsApp Community

 શાહરૂખ ખાનની ફિલ્મ ને બીજી વખત લેવું પડશે સર્ટિફિકેટ

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને CBFC તરફથી સર્ટિફિકેટ મળ્યું છે. જો કે, ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરતા પહેલા, CBFC ને ફરીથી ફિલ્મ સબમિટ કરીને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. વાસ્તવમાં, દિલ્હી હાઈકોર્ટે નિર્માતા યશ રાજ ફિલ્મ્સને નિર્દેશ આપ્યો છે કે તે ‘પઠાણ’ની ઓટીટી રિલીઝ પહેલા ફિલ્મમાં હિન્દી ભાષા ની દેવનાગરી સ્ક્રિપ્ટમાં સબટાઈટલ, ક્લોઝ કૅપ્શન્સ અને ઑડિયો વર્ણન ઉમેરવા જેથી દૃષ્ટિહીન લોકો ફિલ્મ જોઈ શકે. કોર્ટની સુનાવણી દરમિયાન, તે પ્રકાશમાં આવ્યું છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ શકે છે. બીજી તરફ, બાર અને બેંચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે નિર્માતાઓને 20 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ CBFC ને 10 માર્ચ સુધીમાં નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. ફિલ્મ એપ્રિલમાં OTT પર રિલીઝ થઈ શકે છે, તેથી તેમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: રાખી સાવંત માટે મસીહા બન્યા મુકેશ અંબાણી, માતા ના ઈલાજ માં આ રીતે કરી રહ્યા છે મદદ

 સિદ્ધાર્થ આનંદે ફિલ્મ ‘પઠાણ’નું નિર્દેશન કર્યું છે.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘પઠાણ’માં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘પઠાણ’માં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version