Site icon

શાહરુખની ફિલ્મમાં જોવા મળેલી આ ક્યૂટ છોકરી કરવા જઈ રહી છે લગ્ન, અભિનેત્રી સુપ્રિયા શુકલા એ સોશિયલ મીડિયા પર આપી માહિતી

બાળ કલાકાર તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી ઝનક તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. તે સર્ટિફાઈડ ફિટનેસ ટ્રેનર સ્વપ્નિલ સૂર્યવંશી સાથે લગ્ન કરવા જઈ રહી છે. ઝનકની માતા સુપ્રિયા શુક્લાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રેમી યુગલનો ફોટો શેર કર્યો છે.

shah rukh khan kal ho na ho child actor jhanak shukla going to marry

શાહરુખની ફિલ્મમાં જોવા મળેલી આ ક્યૂટ છોકરી કરવા જઈ રહી છે લગ્ન, અભિનેત્રી સુપ્રિયા શુકલા એ સોશિયલ મીડિયા પર આપી માહિતી

News Continuous Bureau | Mumbai

તમને શાહરૂખ ખાનની ( shah rukh khan ) ફિલ્મ કલ હો ના ( kal ho na ho ) હો યાદ છે? આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાની નાની બહેન બનેલી જિયાએ પોતાના ક્યૂટ લુકથી બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ હવે તે નાની છોકરી ( child actor ) મોટી થઈ ગઈ છે અને તે લગ્ન કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

ઝનક ની થઇ સગાઈ

બાળ કલાકાર તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી ઝનક તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. તે સર્ટિફાઈડ ફિટનેસ ટ્રેનર સ્વપ્નિલ સૂર્યવંશી સાથે લગ્ન કરવા જઈ રહી છે. ઝનક ની ( jhanak shukla ) માતા સુપ્રિયા શુક્લા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રેમી યુગલનો ફોટો શેર કર્યો છે. જ્યાં બંને એક સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. ઝનકે પણ સગાઇ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટીવી સેલેબ્સ માંથી ઘણા લોકો એ ઝનક ને શુભેચ્છા પાઠવી હતી.

 

આ સમાચાર પણ વાંચો:  ઉંમરના આ પડાવ પર આદિત્ય રોય કપૂર ને ટક્કર આપી રહ્યો છે અનિલ કપૂર, વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

ઝનક શુકલા નું એક્ટિંગ કરિયર

ઝનક શુક્લા 26 વર્ષથી ફિલ્મો અને ટીવીનો જાણીતો ચહેરો છે. ‘કરિશ્મા કા કરિશ્મા’ સિરિયલમાં પણ ઝનકે રોબોટિક ગર્લ કરિશ્માનો રોલ કર્યો હતો.આ સિવાય તેણે હોલીવુડ ફિલ્મ વન નાઈટ વિથ કિંગ માં પણ કામ કર્યું છે.ઝનક પોતાના સમયમાં ખૂબ જ લોકપ્રિય રહી છે, પરંતુ 15 વર્ષની ઉંમરે અભિનેત્રીએ બ્રેક લઈને બધાને ચોંકાવી દીધા હતા. ઝનક શરૂઆતથી જ અભ્યાસ તરફ વધુ ઝોક ધરાવતી હતી. અભિનેત્રી માને છે કે અભ્યાસ પ્રથમ આવે છે. તેથી જ તેણે અભિનય ઉદ્યોગમાંથી બ્રેક લીધો અને પોતાનો અભ્યાસ પૂરો કર્યો.ઝનકે આર્કિયોલોજી માં માસ્ટર્સ કર્યું છે.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version