News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ( shah rukh khan ) તેની ફિલ્મ ‘પઠાણ’ સાથે બોક્સ ઓફિસ પર શાનદાર કમબેક કરવા માટે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ફરી એકવાર શાહરૂખ ના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. એવા અહેવાલ છે કે શાહરૂખ ખાન વિશ્વના સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં ટોપ 5 માં સામેલ થઈ ગયો છે. આ મામલે શાહરૂખે હોલીવુડના ઘણા દિગ્ગજ સેલેબ્સને પાછળ છોડી દીધા છે. જો કે શાહરૂખ ખાનની ગણતરી પહેલેથી જ વિશ્વના સૌથી અમીર ( richest actor world ) અભિનેતાઓમાં થાય છે, પરંતુ હવે એક તાજેતરના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન વિશ્વનો ચોથો સૌથી અમીર અભિનેતા હોવાનું કહેવાય છે.
શાહરૂખની ફેન ફોલોઈંગ વિદેશમાં પણ છે
8 જાન્યુઆરી એ ‘વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ ના ટ્વિટર એકાઉન્ટ પર વિશ્વના સૌથી ધનિક કલાકારોની યાદી શેર કરવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાન ચોથા નંબરે છે. બોલિવૂડના મેગા સુપર સ્ટાર શાહરૂખ ખાનની જોરદાર એક્ટિંગ ના દરેક લોકો ચાહક છે. શાહરૂખની જબરદસ્ત ફેન ફોલોઈંગ ભારત ઉપરાંત વિદેશમાં પણ જોવા મળે છે. પરંતુ શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કેમ કહેવામાં આવે છે તેનું લેટેસ્ટ ઉદાહરણ આ ટ્વિટ છે જે હાલમાં ટ્વિટર પર વાયરલ થઈ રહ્યું છે.
Richest actors in the world:
🇺🇸 Jerry Seinfeld: $1 Billion
🇺🇸 Tyler Perry: $1 Billion
🇺🇸 Dwayne Johnson: $800 million
🇮🇳 Shah Rukh Khan: $770 million
🇺🇸 Tom Cruise: $620 million
🇭🇰 Jackie Chan: $520 million
🇺🇸 George Clooney: $500 million
🇺🇸 Robert De Niro: $500 million— World of Statistics (@stats_feed) January 8, 2023
આ સમાચાર પણ વાંચો: વિરાટ કોહલી ની 45 મી સદી પર આવ્યું અનુષ્કાનું રિએક્શન, સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં પતિ પર લુટાવ્યો પ્રેમ
ટોમ ક્રૂઝ અને જેકી ચેન ને પણ છોડી દીધા પાછળ
ટ્વીટમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાને ટોમ ક્રૂઝ અને જેકી ચેન જેવા હોલીવુડ કલાકારોને પણ હરાવ્યા છે, જેમની લોકપ્રિયતા ખૂબ જ મજબૂત છે. આ યાદીમાં આઠ કલાકારોના નામ આપવામાં આવ્યા છે, જેમાં શાહરૂખ નું નામ ચોથા નંબરે, ટોમ ક્રૂઝ પાંચમા નંબરે અને જેકી ચેન છઠ્ઠા નંબર પર છે.