Site icon

જો ક્યારેય એક્ટિંગ છોડવી પડી તો આ બિઝનેસ કરશે શાહરુખ ખાન, કિંગ ખાને ફિફા વર્લ્ડ કપ દરમિયાન જણાવી ભવિષ્યની યોજના

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણની કેસરી બિકીનીએ વિવાદ જગાવ્યો છે અને તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંદર્ભે, એક વાતચીત દરમિયાન, તેણે તેના ભવિષ્ય ની યોજના જણાવી હતી.

shah rukh khan revelas how much fees he get for pathaan in ask srk session

'તમે પઠાણ માટે કેટલી ફી લીધી?' કિંગ ખાને આપ્યો આ સવાલનો રસપ્રદ જવાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ( shah rukh khan ) આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત છે. બીજી તરફ તેના ગીત બેશરમ રંગને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણના કેસરી બિકીનીના રંગને લઈને ઘણો વિવાદ થયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ તેના પર સતત કોમેન્ટ આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આ બધાની વચ્ચે શાહરૂખ ખાન ફિફા વર્લ્ડ કપની ( fifa world cup ) ફાઇનલમાં પહોંચ્યો હતો. અહીં અભિનેતાએ મજાકમાં પોતાની ભવિષ્યની યોજનાઓ ( future plan )  જણાવી.

Join Our WhatsApp Community

 એક્ટિંગ ને બદલે કરશે આ બિઝનેસ

શાહરૂખ ખાન તાજેતરમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 દરમિયાન હાજર હતો. તે તેની આગામી ફિલ્મ પઠાણનું પ્રમોશન કરી રહ્યો હતો. FIFA ફાઈનલ પહેલા શાહરૂખ ખાને કહ્યું હતું કે તેણે કોરોના મહામારી દરમિયાન રસોઈ શીખી હતી અને હવે તે ઈટાલિયન ફૂડ બનાવવામાં એક્સપર્ટ બની ગયો છે. શાહરૂખે મજાકમાં એ પણ કહ્યું કે જો તેને ક્યારેય એક્ટિંગ છોડવી પડે તો તે કયા બિઝનેસમાં નસીબ અજમાવશે.શાહરૂખ ખાને કહ્યું છે કે તે ઈટાલિયન ફૂડ ખૂબ સારી રીતે બનાવે છે અને તેણે આ વાત કોરોનાના સમયગાળા દરમિયાન શીખી હતી. શાહરૂખ ખાને કહ્યું છે કે જો તેને ફિલ્મો સિવાય બીજું કંઈક કરવું હશે તો તે બિઝનેસ કરશે. તેણે કહ્યું કે તે પઠાણ કેટરિંગ, બાઝીગર બેકરી અને દિલ વાલે દુલ્હનિયા સ્વીટ શોપ ખોલી શકે છે.

આ સમાચાર પણ વાંચો: Shahrukh Khan Pathaan: 8 હજારનો શર્ટ, 1 લાખના શૂઝ અને 41 હજારના ચશ્મા, દીપિકાની બિકીની છોડી દો. બધા પૈસા શાહરૂખ પર ખર્ચાયા

 આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાનની એક ફિલ્મ ‘ડંકી’ છે, જેમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે.

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત
Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ
Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક
Exit mobile version