શાહરૂખ ખાન ના ઘર મન્નત ની સુરક્ષા માં ખામી, બે અજાણી વ્યક્તિ દિવાલ ફાંગી ને ઘુસી કિંગ ખાન ના બંગલામાં,જાણો વિગત

shah rukh khan security lapse police detain two men for entering srk house mannat

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે. પરંતુ આ વખતે 2 લોકો દિવાલ કૂદીને શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસ્યા હતા. જોકે, સમય જતાં પોલીસે બંને અજાણ્યા લોકોને પકડીને પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનની ‘મન્નત’માં એન્ટ્રી કર્યા બાદ આ બંને લોકો બંગલાના ત્રીજા માળે પણ પહોંચી ગયા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓની નજર બંને પર પડી અને તેઓ ઝડપાઈ ગયા. જે બાદ બંને યુવકોને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

 

પોલીસે કરી પુછપરછ 

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને યુવકો ગુજરાતના સુરતથી આવ્યા છે અને તેઓ શાહરૂખ ખાનના ચાહક છે. યુવકની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે, બંનેએ જણાવ્યું કે તેઓ શાહરૂખ ખાનને મળવા માંગતા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે આ બંને યુવકો મન્નત સ્થિત શાહરૂખ ખાનના ઘરમાં પ્રવેશ્યા ત્યારે અભિનેતા ઘરે નહોતો. 

શાહરુખ ખાને કર્યું પઠાણ ફિલ્મ થી કમબેક 

શાહરૂખ ખાનની વાત કરીએ તો તે હાલમાં તેની ફિલ્મ ‘પઠાણ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે દુનિયાભરમાં 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાને 4 વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે. ચાહકોને આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો એકદમ અલગ અવતાર જોવા મળ્યો હતો.