Site icon News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન ના ઘર મન્નત ની સુરક્ષા માં ખામી, બે અજાણી વ્યક્તિ દિવાલ ફાંગી ને ઘુસી કિંગ ખાન ના બંગલામાં,જાણો વિગત

બોલિવૂડના 'પઠાણ' ચાહકો હંમેશા અભિનેતાની એક ઝલક મેળવવા માટે શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર લાઇન લગાવે છે. શાહરૂખ ખાને પણ પોતાના ઘર મન્નત ની બહાર આવી ને ફેન્સનો આભાર માને છે.

shah rukh khan security lapse police detain two men for entering srk house mannat

શાહરૂખ ખાન ના ઘર મન્નત ની સુરક્ષા માં ખામી, બે અજાણી વ્યક્તિ દિવાલ ફાંગી ને ઘુસી કિંગ ખાન ના બંગલામાં,જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે. પરંતુ આ વખતે 2 લોકો દિવાલ કૂદીને શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસ્યા હતા. જોકે, સમય જતાં પોલીસે બંને અજાણ્યા લોકોને પકડીને પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનની ‘મન્નત’માં એન્ટ્રી કર્યા બાદ આ બંને લોકો બંગલાના ત્રીજા માળે પણ પહોંચી ગયા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓની નજર બંને પર પડી અને તેઓ ઝડપાઈ ગયા. જે બાદ બંને યુવકોને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

 

પોલીસે કરી પુછપરછ 

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને યુવકો ગુજરાતના સુરતથી આવ્યા છે અને તેઓ શાહરૂખ ખાનના ચાહક છે. યુવકની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે, બંનેએ જણાવ્યું કે તેઓ શાહરૂખ ખાનને મળવા માંગતા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે આ બંને યુવકો મન્નત સ્થિત શાહરૂખ ખાનના ઘરમાં પ્રવેશ્યા ત્યારે અભિનેતા ઘરે નહોતો. 

શાહરુખ ખાને કર્યું પઠાણ ફિલ્મ થી કમબેક 

શાહરૂખ ખાનની વાત કરીએ તો તે હાલમાં તેની ફિલ્મ ‘પઠાણ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે દુનિયાભરમાં 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાને 4 વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે. ચાહકોને આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો એકદમ અલગ અવતાર જોવા મળ્યો હતો.

Nushrratt Bharuccha Health Update ‘પિક્ચર અભી બાકી હૈ…’ બાલીમાં કરોડરજ્જુની ગંભીર ઈજા અને સર્જરી બાદ નુસરત ભરૂચાએ શેર કરી પ્રથમ ભાવુક પોસ્ટ
Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Exit mobile version