Site icon

શાહરુખ ખાન ના લાડલા આર્યન ખાને કાજોલની લાડલી ન્યાસા દેવગન સાથે ઉજવી દિવાળી- જાહ્નવી કપૂર પણ આવી નજર- જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી પછી, આ વર્ષે બોલિવૂડે ખૂબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી. આયુષ્માન ખુરાનાથી લઈને રમેશ તુરાની સુધી, બી ટાઉન  સાથે સંકળાયેલા ઘણા પ્રતિષ્ઠિત ચહેરાઓએ તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં સેલેબ્સે ખૂબ જ મસ્તી કરી હતી. નિર્માતા અમૃતલાલ બિન્દ્રાની દિવાળી પાર્ટીની સૌથી વધુ ચર્ચા થઈ હતી. જ્યાં કરણ જોહરથી લઈને શાહરૂખ ખાન સુધીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. હવે પાર્ટીની અંદરની તસવીરો સામે આવી છે, જેમાં સૌથી વધુ ધ્યાન આર્યન ખાન અને ન્યાસા દેવગનના ફોટોએ ખેંચ્યું હતું.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા યુઝર ઓરહાન અવત્રામાની પણ આ ખાસ દિવાળી પાર્ટીનો ભાગ બન્યો હતો. હવે તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નાઈટ પાર્ટીની ઘણી તસવીરો શેર કરી છે, જેમાંથી એકમાં કિંગ ખાનના પુત્ર આર્યન ખાન, કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન, અભિનેત્રી તૃપ્તિ ડિમરી અને ઓરહાન અવત્રામાણી સાથે પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

ઓરહાન અવત્રામણીએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી છે, જેમાં તે સારા અલી ખાનથી લઈને અનન્યા પાંડે સુધીની બોલિવૂડની લગભગ તમામ સુંદર મહિલાઓ સાથે જોવા મળે છે.

અન્ય એક તસવીરમાં ન્યાસા દેવગણ અને જાહ્નવીકપૂર ઓરહાન સાથે કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે. ન્યાસા જ્યારે પાર્ટીમાં બ્લૂ કલરના લહેંગા અને ચોલીમાં આવી હતી, જ્યારે જાહ્નવીએ સફેદ રંગની ચમકદાર સાડી પહેરી હતી.

તમને જણાવી દઈએ કે ઓરહાન અને જ્હાન્વી વિશે મીડિયામાં અવારનવાર એવા અહેવાલો આવે છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

નિર્માતા અમૃતલાલ બિન્દ્રાની પાર્ટીમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ પહોચ્યો હતો . ઈબ્રાહિમ બ્લુ કલરના કુર્તા અને પાયજામા સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો.

આ સિવાય શાહરૂખ ખાન, અદાર પૂનાવાલા, કરણ જોહર, કિયારા અડવાણી, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, શ્વેતા બચ્ચન અને નવ્યા નંદાએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : શું અનુપમા શોમાં થશે સુપ્રિયા પીલગાંવકર ની એન્ટ્રી?? અભિનેત્રી એ આ વાત પરથી ઉચક્યો પડદો..

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version