કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

ગુરુવાર 

સેશન્સ કોર્ટે બુધવારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય બે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાન આઘાત અને અસ્વસ્થ છે. આ વચ્ચે શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા છે. શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. 

સીને જગત નો સિતારો ખરી પડ્યો, ગુજરાતી ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતાનું 78 વર્ષે નિધન;રામાનંદ સાગરની રામાયણમાં ભજવી હતી ખાસ ભૂમિકા

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેમણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *