News Continuous Bureau | Mumbai
‘પઠાણ’ ફિલ્મની સફળતા બાદથી દર્શકો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘જવાન’માં શાહરૂખ ખાનની સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોની સાથે સાથે ટ્રેડ એનાલિસ્ટોને પણ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દરમિયાન, ‘જવાન’ ના સંગીત અધિકારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અને લાગે છે કે ફિલ્મે તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે.
ફિલ્મ ‘જવાન’ ના મ્યુઝિક રાઇટ્સ
ચાહકો ‘જવા’ન વિશે વધુને વધુ જાણવા માંગે છે અને હવે એક વેબસાઈટ એ તેના એક અહેવાલમાં ફિલ્મના સંગીત અધિકારો વિશે માહિતી આપી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘જવાન’ના મ્યુઝિક રાઇટ્સ મ્યુઝિક લેબલ T-Series દ્વારા ₹36 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.જ્યારે ઘણી મ્યુઝિક કંપનીઓ આ એક્શન-થ્રિલર ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ ખરીદવાની રેસમાં હતી, ત્યારે T-Seriesએ ‘જવાન’ના મ્યુઝિક રાઇટ્સ વધારે બોલી લગાવી ને ખરીદી લીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક રેકોર્ડ સેટિંગ ડીલ છે અને આ પહેલા જોવામાં નથી આવ્યું.
આ સમાચાર પણ વાંચો: Anupama : શું અનુજ અને છોટી અનુ ને છોડીને અમેરિકા જશે ‘અનુપમા’? નવા પ્રોમો માં ખુલ્યું રહસ્ય
ફિલ્મ જવાન ની રિલીઝ ડેટ
‘જવાન’ 7 સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર જુલાઈના ત્રીજા સપ્તાહમાં રિલીઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મના કેટલાક પોસ્ટર અને મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, જેણે દર્શકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. જણાવી દઈએ કે ‘જવાન’ પછી શાહરૂખ ખાન રાજકુમાર હિરાની સાથે ફિલ્મ ‘ડંકી’ માં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધી શકે છે.