News Continuous Bureau | Mumbai
તાજેતરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની કલ્ચર સેન્ટ્રલ ઈવેન્ટ (NMACC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે હાજરી આપી હતી. હવે પાર્ટી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન છે. NMACCની ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન પાન ખાતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પાન ખાતો જોવા મળે છે. શાહરૂખ ખાનની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વીડિયોમાં શાહરૂખ ખાનની સ્ટાઈલ જોવા જેવી છે. બ્લેક કુર્તામાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. કિંગ ખાનની આ ક્લિપ પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. શાહરૂખની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે શાહરૂખનો આ વીડિયો મુકેશ અંબાણીની ઈવેન્ટનો છે.
View this post on Instagram
શાહરુખ ખાને કર્યું હતું પરફોર્મ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન પણ NMACC ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રદર્શનને લઈને ચર્ચામાં રહ્યો હતો. તેણે 1997માં આવેલી ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત ‘લે ગયી લે ગયી’ પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ પ્રદર્શનનો રિહર્સલ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં શાહરૂખ ખાન પણ મસ્તી કરતો જોવા મળ્યો હતો.