Site icon News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત

'Shah Rukh Khan Oscar Post|ધી એકેડમી'એ શાહરૂખનો 'ઇતની શિદ્દત સે' વાળો આઇકોનિક ડાયલોગ શેર કર્યો; કિંગ ખાને ઇન્સ્ટાગ્રામ પર ઓસ્કરને થેન્ક્યુ કહીને જૂની યાદો તાજી કરી.

Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું 'આજે મને ગર્વ છે', જાણો શું છે આખી વાત

Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું 'આજે મને ગર્વ છે', જાણો શું છે આખી વાત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shah Rukh Khan Oscar Post| બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાનનો જાદુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. શાહરૂખના સ્ટારડમનો સ્વીકાર હવે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ઓસ્કર’ (The Academy) એ પણ કર્યો છે. ઓસ્કર દ્વારા શાહરૂખ ખાનની ફિલ્મનો એક વીડિયો શેર કરવામાં આવ્યા બાદ કિંગ ખાને એકેડમીનો આભાર માન્યો છે અને મજાકિયા અંદાજમાં પોતાની જાતને ‘કિંગ ઓફ ધ વર્લ્ડ’ ગણાવ્યો છે.

ઓસ્કરે શેર કર્યો ‘ઓમ શાંતિ ઓમ’નો ફેમસ ડાયલોગ

હકીકતમાં, 16 એપ્રિલના રોજ ઓસ્કર એકેડમીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાહરૂખ ખાનની વર્ષ 2007ની સુપરહિટ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શાહરૂખ તેનો આઇકોનિક ડાયલોગ ‘ઇતની શિદ્દત સે મૈંને તુમ્હે પાને કી કોશિશ કી હૈ…’ બોલતો જોવા મળે છે. એકેડમીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘નસીબ વિશે એક વાત છે… તે ક્યારેય ચૂકતું નથી.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.

શાહરૂખ ખાનનો ઓસ્કરને વળતો જવાબ

ઓસ્કર દ્વારા આ ક્લિપ શેર કર્યાના એક દિવસ બાદ શાહરૂખ ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તેણે લખ્યું, ‘ઓમની સ્પીચ સાથે મને જૂની યાદોમાં પાછો લઈ જવા બદલ એકેડમીનો આભાર. હવે મને ખરેખર એવું લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું.’ શાહરૂખની આ પ્રતિક્રિયાએ તેના ચાહકોમાં ભારે ઉત્સાહ ભરી દીધો છે. નેટિઝન્સ કહી રહ્યા છે કે હવે શાહરૂખને ઓસ્કર મળવામાં વધુ સમય બાકી નથી.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version