Site icon News Continuous Bureau | Mumbai

Don 3: રણવીર સિંહ ની ડોન 3 માં પ્રિયંકા ચોપરા બાદ હવે આ સુપરસ્ટાર ની થશે એન્ટ્રી! ફરહાન અખ્તર બનાવી રહ્યો છે આવો પ્લાન

Don 3: રણવીર સિંહ ની ડોન 3 માં પ્રિયંકા ચોપરા ની એન્ટ્રી ના સમાચાર થોડા દિવસ પહેલા આવ્યા હતા. હવે ફરહાન અખ્તર બોલિવૂડ ના આ સુપરસ્ટાર ના કેમિયો વિશે વિચાર કરી રહ્યો છે

Shah Rukh Khan to Make a Grand Cameo in Ranveer Singh Don 3

Shah Rukh Khan to Make a Grand Cameo in Ranveer Singh Don 3

News Continuous Bureau | Mumbai

Don 3: બોલીવૂડ  ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ડોન 3’ વિશે મોટું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મના ડિરેક્ટર ફરહાન અખ્તર શાહરુખ ખાનને એક ખાસ કેમિયો માટે ફિલ્મમાં લાવવા માટે પ્લાન બનાવી રહ્યો છે. રણવીર સિંહ  મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને કિયારા અડવાણી તથા પ્રિયંકા ચોપરા પણ ફિલ્મનો ભાગ બની શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Panchayat Season 5: કંઈક આવી હશે પંચાયત 5 ની વાર્તા, નીના ગુપ્તા એ કર્યો ખુલાસો

શાહરુખ ખાન ફરીથી ડોનના અવતારમાં?

શાહરુખ ખાન, જેણે અગાઉ ‘ડોન’ અને ‘ડોન 2’માં ડોન નો રોલ ભજવ્યો હતો, હવે ‘ડોન 3’માં કેમિયો કરતો જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરહાન અખ્તરે શાહરુખ સાથે મુલાકાત કરી છે અને તેમને સ્ક્રિપ્ટ વિશે માહિતી આપી છે. શાહરુખ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’માં વ્યસ્ત છે, છતાં તેમણે કેમિયો માટે હા પાડી છે.


ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, જે ‘ડોન 2’માં જોવા મળી હતી, ફરીથી સ્ક્રીન પર જોવા મળી શકે છે. સાથે જ કિયારા અડવાણી પણ માતૃત્વ પછી ફિલ્મમાં કમબેક કરી રહી છે. આ બંને અભિનેત્રીઓની હાજરી ફિલ્મને વધુ મજબૂત બનાવશે.ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય વિલન તરીકે જોવા મળશે. આ રોલ માટે તેને ખાસ તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. ફિલ્મ નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version