News Continuous Bureau | Mumbai
હાલ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં(Bollywood film industry) દિવાળીની પાર્ટીઓ(Diwali parties) ધમધમી રહી છે. તાજેતરમાં, જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ(Manish Malhotra) તેમના ઘરે દિવાળી પાર્ટીનું (Diwali party) આયોજન કર્યું હતું. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે(Bollywood stars) પણ તેમાં હાજરી પુરાવી હતી. આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં(high-profile party) બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની(Bollywood superstar Shah Rukh Khan) દીકરી સુહાના ખાન(Suhana) પણ પહોંચી હતી. સુહાના ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. જોકે, સુહાના સાડીને સંભાળી શકી નહોતી. અને હવે તેને તેના લુક માટે સોશિયલ મીડિયા(Social media) પર ટ્રોલ (troll) કરી રહ્યા છે.
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સુહાના ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સુહાના સાડીમાં ઘણી જ અસહજ જોવા મળી હતી. સુહાના સાડીને સંભાળી શકતી નહોતી. ચાલતા સમયે સુહાના ઘણીવાર લથડિયા ખાતી જોવા મળી હતી. સુહાનાનો વાયરલ વીડિયો જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે સુહાનાએ સાડી પહેરીને ઘણી જ મોટી ભૂલ કરી નાખી છે.
આ સમાચાર પણ વાંચો : ઐશ્વર્યા થી લઇ ને સારા અલી ખાન સુધી મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો-જુઓ વિડિયો
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી માટે, સુહાનાએ બેસ સિક્વિન સાડી પસંદ કરી અને તેને એવી રીતે સ્ટાઈલ કરી કે 'લાવણી સાડી'નો દેખાવ પાછળ આવ્યો. તેણે ઝાકળવાળા મેકઅપ, મિનિમલ જ્વેલરી(Minimal Jewellery) અને હાઈ હીલ્સ તથા સ્ટાઇલિશ હેર બન(Stylish hair bun) સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
કારકિર્દીની વાત કરીએ તો સુહાના 'ધ આર્ચીઝ'થી(The Archies) બોલિવૂડ ડેબ્યૂ(Bollywood debut) કરશે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી ખુશી કપૂર, અગત્સ્ય નંદા પણ ડેબ્યુ કરી રહ્યા છે. જોકે આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.