Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!

Dil To Pagal Hai Awards: યશ ચોપરા દ્વારા નિર્મિત દિલ તો પાગલ હૈ ફિલ્મે 9 કરોડના બજેટ સામે 82 કરોડની કમાણી કરી, 1997ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

by Zalak Parikh
Shah Rukh Khan’s ‘Dil To Pagal Hai’ Was Rejected by 6 Actresses, Yet Won 3 National Awards

News Continuous Bureau | Mumbai

Dil To Pagal Hai Awards: શાહરુખ ખાન ની 1997ની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’  આજે પણ બોલીવૂડની ક્લાસિક ફિલ્મોમાં ગણાય છે. યશ ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મને 3 નેશનલ એવોર્ડ અને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે 6 અભિનેત્રીઓએ ઓફર રિજેક્ટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં બબીતા જી માટે મુનમુન દત્તા ન હતી પહેલી પસંદ, ભીડે એટલે મંદાર ચંદવાડકરે કર્યો મોટો ખુલાસો

કઈ અભિનેત્રીઓએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ?

માધુરી દીક્ષિત ના પાત્ર માટે પહેલા શ્રીદેવી ને ઓફર કરવામાં આવી હતી, પણ તેણે ના પાડી. કરિશ્મા કપૂર  ના પાત્ર માટે મનીષા કોયરાલા, રવિના ટંડન, કાજોલ, ઉર્મિલા માતોંડકર અને જૂહી ચાવલા ને ઓફર કરવામાં આવી હતી. પણ બધા એ રોલ સપોર્ટિંગ હોવાને કારણે રિજેક્ટ કરી દીધો.મીડિયા રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે માધુરી ના ડાન્સ સામે કોઈને ટકરાવવું નહોતું તેથી તેમને આ ફિલ્મ ને રિજેક્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)


શાહરુખ ખાનની આ ફિલ્મને નોંધપાત્ર સફળતા મળી હતી, જેમાં તેને ત્રણ નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ કોરિયોગ્રાફી. આ ઉપરાંત, ફિલ્મને સાત ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા હતા, જેમાં બેસ્ટ એક્ટર (શાહરુખ ખાન), બેસ્ટ એક્ટ્રેસ (માધુરી દીક્ષિત), બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (કરિશ્મા કપૂર), બેસ્ટ ફિલ્મ, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર, બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો સમાવેશ થાય છે.‘દિલ તો પાગલ હૈ’ 9 કરોડના બજેટમાં બની હતી અને ભારતમાં 35 કરોડ તથા વર્લ્ડવાઈડ 82 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 1997ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More