ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાનની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી, જેમાં આર્યન ખાનને રાહત મળી છે
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના 26 દિવસ બાદ હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે.
સુનાવણી દરમિયાન NCBના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો.
આર્યન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટબરના રોજ NCB એ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર દરોડ પાડીને આર્યન ખાન સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી હતી.
