ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
ઝી ટીવી પર વર્ષ 2009થી 2014 સુધી લગાતાર ટૉપ શોમાં પોતાનું સ્થાન બનાવી રાખનાર ધારાવાહિક પવિત્ર રિશતાની બીજી સિઝન જલદી લાવવાની વાત ચાલી રહી છે. આ ધારાવાહિકથી સુશાંત અને અંકિતા માનવ અને અર્ચનાના રૂપમાં ઘરે-ઘરે જાણીતાં બન્યાં હતાં. બે વર્ષ બાદ સુશાંતે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ફિલ્મોમાં કામ કરવા લાગ્યો હતો. હવે વર્ષો બાદ એક વાર ફરી માનવ અને અર્ચનાની જોડી પાછી આવી રહી છે. હવે દર્શકોનાં મનમાં બસ એક જ સવાલ છે કે હવે માનવનું પાત્ર કોણ નિભાવશે? મીડિયાના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રાજપૂતના માનવના કિરદારમાં શાહિર શેખ નિભાવતો નજર આવી શકે છે. આ અગાઉ શાહિર શેખે મહાભારતમાં અર્જુનનું પાત્ર અને હાલ તે એરિકા ફર્નાન્ડીઝ સાથે “કુછ રંગ પ્યાર કે ઐસે ભી” ની બીજી સિઝનમાં નજર આવી રહ્યો છે પવિત્ર રિશતાની બીજી સિઝનમાં અર્ચનાનું પાત્ર અંકિતા લોખંડે જ નિભાવશે.
સુશાંત સિંહની એક નહીં અનેક લવ સ્ટોરી અધૂરી રહી; આટલી અભિનેત્રીઓ સાથે હતું અફેર
શાહિર શેખના નામ પર હજી સુધી મેકર્સ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ તો એ જ માનવામાં આવે છે કે શાહિર અને અંકિતા નવાં અર્ચના અને માનવ હશે.