ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 29 ડિસેમ્બર 2021.
બુધવાર
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ જર્સી શુક્રવારે 31 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. ચાહકો લાંબા સમયથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે તેમને ફરી રાહ જોવી પડશે. આ ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરની ભૂમિકામાં છે.શાહિદ કપૂરની ફિલ્મ જર્સીને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
ફિલ્મની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રવર્તમાન સંજોગો અને નવી કોવિડ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, અમે અમારી ફિલ્મ જર્સીની થિયેટર રિલીઝને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.'અમને અત્યાર સુધી તમારા બધા તરફથી અપાર પ્રેમ મળ્યો છે અને અમે દરેક વસ્તુ માટે તમારા બધાનો આભાર માનવા માંગીએ છીએ. ત્યાં સુધી તમે બધા સુરક્ષિત અને સ્વસ્થ રહો, અને તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!! ટીમ જર્સી!
'ટાઈગર 3' અને શાહરૂખ ખાનની 'પઠાણ' ની રિલીઝ ને લઈ ને સલમાન ખાને કહી આ વાત; જાણો વિગત
ફિલ્મ જર્સી 31 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે તેને રિલીઝના ચાર દિવસ પહેલા જ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શાહિદ ઉપરાંત મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર પણ છે. તે તેલુગુ હિટ જર્સીની રીમેક છે અને શાહિદ ક્રિકેટર અર્જુન તલવારની ભૂમિકામાં જોવા મળશે, જે તેના પુત્રનું સપનું પૂરું કરવા માંગે છે. મૃણાલ તેની પત્નીનો રોલ કરી રહી છે.નોંધનીય છે કે જર્સીની રિલીઝ ડેટ પહેલાથી જ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ ગયા વર્ષે જ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે રિલીઝ થઈ શકી ન હતી. હવે ફરી એકવાર દર્શકોએ નિરાશ થવું પડશે અને નવી રિલીઝ ડેટની રાહ જોવી પડશે