News Continuous Bureau | Mumbai
Shahid kapoor: ગોવામાં 54મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થઇ ગયો છે. આ ફેસ્ટિવલ 8 દિવસ ચાલશે. આ ફેસ્ટિવલ માં ભાગ લેવા માધુરી દીક્ષિત, પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, કરણ જોહર જેવા બી ટાઉન સેલેબ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન શાહિદ કપૂરે સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપ્યું હતું. હવે શાહિદ કપૂર ના ડાન્સ પરફોર્મન્સ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહિદ કપૂર પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અને સ્ટેજ પર પડી જાય છે.
શાહિદ કપૂર નો વિડીયો
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં ડાન્સ પરફોર્મન્સ દરમિયાન શાહિદ કપૂર બ્લેક સ્લીવલેસ ટી-શર્ટ, પેન્ટ અને ડાર્ક સનગ્લાસ પહેરેલો જોવા મળ્યો હતો.આ દરમિયાન તે અન્ય ડાન્સરો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અચાનક જ પાછળ જોતી વખતે તેનું બેલેન્સ બગડ્યું અને તે પડી ગયો પછી તરત જ શાહિદ કપૂરે પોતાની જાત ને સાંભળી લીધી અને ઉભો થઇ થઇ ને તેને તેનું પરફોર્મન્સ પૂરું કર્યું.
Shahid Kapoor falls while performing at 54 #IFFI opening in Goa
Watch full video: https://t.co/KCQFnCdekO #goa #Bollywood #iffiGoa #iffi54 #shahidkapoor pic.twitter.com/mo8bCXB726
— Clinton Dsouza (@_iamclinton_) November 20, 2023
શાહિદ કપૂર ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેતા ફિલ્મ દેવા માં જોવા મળશે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : IFFI 2023: IFFI 2023માં છવાઈ માધુરી દીક્ષિત, અનુરાગ ઠાકુરે આ વિશેષ એવોર્ડ થી કર્યું અભિનેત્રી નું સન્માન