News Continuous Bureau | Mumbai
Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ 9 ફેબ્રુઆરી એ રિલીઝ થવાની છે. આ એક રોમેન્ટિક લવ સ્ટોરી છે. હાલ શાહિદ કપૂર અને કૃતિ સેનન તેમની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ શરૂ થઇ ગયું છે. આવી સ્થિતિ માં ફિલ્મ ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના અમુક સીન હટાવવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Fighter: કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ફાઈટર, આ મામલે સિદ્ધાર્થ આનંદ સહિત આ લોકોને મળી લીગલ નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
સેન્સર બોર્ડે ચલાવી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના સીન પર કાતર
સેન્સર બોર્ડની ગાઈડલાઈન મુજબ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ માંથી 25 ટકા સુધી ઈન્ટીમેટ સીન હટાવવા પડશે. આ ફિલ્મ માં પહેલા 36 સેકન્ડનો ઈન્ટીમેટ સીન હતો, જે હવે ઘટાડીને 27 સેકન્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મ માં ‘દારૂ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ‘ડ્રિંક’ શબ્દ સાથે બદલવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સિવાય CBFCએ નિર્માતાઓને મોટા ફોન્ટમાં હિન્દીમાં નો સ્મોકિંગનો મેસેજ લખવા માટે પણ કહ્યું છે. આ બધા ફેરફારો પછી, બોર્ડે આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને U/A પ્રમાણપત્ર આપ્યું છે.